મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

અપમૃત્યુના બે બનાવ: વાંકાનેરના ગારિડા ગામ નજીક અજાણ્યા યુવાન અને દિવાનપરામાં દુકાનની અંદર આધેડે કર્યો આપઘાત


SHARE











અપમૃત્યુના બે બનાવ: વાંકાનેરના ગારિડા ગામ નજીક અજાણ્યા યુવાન અને દિવાનપરામાં દુકાનની અંદર આધેડે કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના ગારિડા ગામ નજીક ખોડીયાર માતાની ભેખડ પાસે ઝાડ સાથે અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે વાંકાનેર સિટીમાં દિવાનપરા વિસ્તારમાં દુકાનની અંદર આધેડે ગળાફાંસો ખાઈ લેતા તેનું પણ મોત નીપજયું હતું જે બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે.

વાંકાનેર તાલુકાના ગારિડા ગામે હાઇવે રોડ નજીક તીર્થ હોટલની સામેના ભાગમાં ખોડીયાર માતાની ભેખડ ઉપર લીમડાના ઝાડ સાથે કોઈ અજાણ્યા 40 થી 45 વર્ષના યુવાને ગુલાબી કલરની ચાદરના લીરા વડે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની યુનુસભાઈ અલીભાઈ માથકિયા (51) રહે. ગારિડા તાલુકો વાંકાનેર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.

વાંકાનેર શહેરના પાતળિયા રોડ ઉપર આવેલ દિવાનપરામાં રહેતા શૈલેષભાઈ દિનેશભાઈ કાપડિયા (50) નામના આધેડે પોતાના ભાઈની મંડપ સર્વિસની દુકાનમાં પોતાની જાતે પંખા સાથે મંડપ સર્વિસના કપડાની દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક આધેડના લગ્ન થયેલ ન હતા જોકે તેને આ પગલું કયા કારણસર ભર્યું છે તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે






Latest News