મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામ પાસે કારખાનામાં ડોક ઉપર મશીન પડતા આધેડ ભાગીદારનું માથું ધડથી અલગ થઈ જતા ઘટના સ્થળે જ મોત


SHARE







મોરબીના સનાળા ગામ નજીક આવેલ શ્રીજી એસ્ટેટમાં શિવ શંકર પેકેજીંગ નામના કારખાનાની અંદર ભાગીદાર માથે અકસ્માતે ડોકના ભાગે મશીન પડ્યું હતું જેથી કરીને તેનું માથું ધડથી અલગ થઈ ગયું હતું અને અકસ્માતના આ બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વૈભવનગર સોસાયટીમાં રહેતા અને સનાળા ગામ પાસે આવેલ અજંતા કારખાના નજીક શ્રીજી એસ્ટેટમાં શિવ શંકર પેકેજીંગ નામનું ભાગીદારીમાં કારખાનું ધરાવતા વિજયભાઈ ભાનુશંકર શીલુ (52) નામના આધેડ કારખાનાની અંદર સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં હતા ત્યારે અકસ્માતે ડોકના ભાગ ઉપર મશીન પડવાના કારણે તેઓનું માથું ધડથી અલગ થઈ ગયું હતું અને આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક આધેડને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે અને અકસ્માતના આ બનાવના કારણે બંને બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી છે.






Latest News