મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીથી મિત્રને મળવા માટે જતાં મિત્રોને કાળનો ભેટો: જેતપર-રાપર ગામ વચ્ચે ક્રેટ કાર તલાવડામાં ખાબકતા બે યુવાનના મોત


SHARE







મોરબીથી મિત્રને મળવા માટે જતાં મિત્રોને કાળનો ભેટો: જેતપર-રાપર ગામ વચ્ચે ક્રેટ કાર તલાવડામાં ખાબકતા બે યુવાનના મોત

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા બે યુવાનો ક્રેટા ગાડી લઈને જેતપર રાપર ગામ વચ્ચે કારખાનું ધરાવતા તેના મિત્રને મળવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન ત્યાં રસ્તામાં રોડ સાઇડમાં આવેલ તલાવડામાં ક્રેટા ગાડી ખાબકી હતી જેથી કરીને ક્રેટા ગાડીમાં બેઠેલા બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ત્યારબાદ તેના મૃતદેહને જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા નિલેશભાઈ પ્રાણજીવનભાઈ કાનાણી (34) અને ભીખાભાઈ નીતિનભાઈ તલસાણીયા (30) નામના બે યુવાનો ક્રેટા ગાડી નંબર જીજે 36 એફ 6095 લઈને જેતપર રાપર ગામ વચ્ચેથી જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા કાર રોડ સાઈડમાં આવેલ પાણી ભરેલા તલાવડામાં ખાબકી હતી જેથી સ્થાનિક લોકો તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને 108 ને બોલાવવામાં આવી હતી ત્યાર બાદ બંને યુવાનોને જેતપર ગામે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા ત્યાં ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં બનાવ ની પ્રાથમિક તપાસ કરનાર વિજયભાઈ મિયાત્રા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક નિલેશભાઈને મહેન્દ્રનગર ગામ પાસે કલરની દુકાન છે અને નિલેશભાઈ તેમજ ભીખાભાઈ મોરબીના મહેન્દ્રનગર ગામેથી રાપર ગામ પાસે તેમના મિત્રનું કારખાનું આવેલું છે ત્યાં તેને મળવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં અકસ્માતનો આ બનાવ બન્યો હતો જેમાં કારમાં બેઠેલા બંને યુવાનોના મોત નીપજ્યા છે




Latest News