તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 ની મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ


SHARE









મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે સાંજના સમયે વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી રસ્તો થોડી વાર માટે બંધ થઈ ગયો હતો અને ટ્રાફિકજામ થયો હતો તેવામાં આ બનાવની ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે ત્યાં આવીને કારમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો કરીને આગને કાબુમાં લીધી હતી.

મોરબીમાં મંગળવારે સાંજના સમયે મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી એક કાર ચાલક પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કારમાં કોઈ કારણોસર આગળ એન્જિનના ભાગ પાસે આગ લાગી હતી જેથી કારમાં બેઠેલ વ્યક્તિ તાત્કાલિક કારમાંથી નીચે ઉતરી ગઈ હતી અને ત્યારબાદ કારમાં લાગેલી આગ અંગેની જાણ મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કારમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો કરીને કારમાં લાગેલી આગને કાબુમાં લીધેલ હતી. અત્રે ઉલેખનીય છેકે, ટ્રાફિકથી ધમધમતી ચોકડી પાસે કારમાં આગા લાગવાની ઘટના બની હતી જેથી કરીને એક બાજુનો રસ્તો બંધ થઈ ગયો હતો અને થોડી વાર માટે ટ્રાફિકજામ પણ થયો હતો જો કે, કારમાં લાગેલી આગને કાબુમાં લઈ લીધા બાદ તે કારને રોડ સાઈડમાં કરવામાં આવી હતી અને રસ્તા ઉપરનો ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો.




Latest News