ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ


SHARE











હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ

હળવદ તાલુકાના વાંકીયા ગામ પાસેથી ઘોડાધ્રોઈ નદી પસાર થાય છે અને તે નદીમાંથી ખાનગી વીજ કંપનીની લાઈન પસાર થાય છે જેથી વીજ પોલ ઉભો કરવા માટેની કામગીરી હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે અગાઉ આ કામગીરીને ગ્રામજનો દ્વારા રોકવામાં આવી હતી પરંતુ હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા બળજબરી પૂર્વક કામ કરવામાં આવતું હોય સરપંચની આગેવાની હેઠળ ગામના આગેવાનો અને ખેડૂતો દ્વારા કલેક્ટરને રજૂઆત કરીને આ કામ રોકવા માટેની માંગ કરવામાં આવી છે અને કંપની દ્વારા મંજૂરી વગર કામગીરી કરવામાં આવતી હોય તો તેની સામે કાયદેસરની ફરિયાદ કરવા માટેની કલેકટરે કહ્યું હતું જેથી ગામના લોકોએ કોન્ટ્રાકટર સામે ફરિયાદ કરવા માટેની તૈયારી કરી છે

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર ખાનગી વીજ કંપની દ્વારા તેઓના વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને તેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે જેમાં કેટલીક જગ્યાએ વળતરને લઈને વિરોધ કરવામાં આવે છે તો કેટલીક જગ્યાએ મંજૂરી વગર બળજબરીપૂર્વક કામગીરી કરવામાં આવતી હોવાના કારણે આ કામનો વિરોધ કરવામાં આવતો હોય છે તેવામાં હળવદ તાલુકાના વાંકીયા ગામે આવેલ ધોડાધ્રોઇ નદીમાંથી પાવર ગ્રીડ કંપનીની વીજ લાઈન પસાર થાય છે અને તેના માટે થઈને વીજ પોલ ઉભો કરવા માટેની કામગીરી હાલમાં બળજબરીપૂર્વક કરવામાં આવી રહી છે જેથી કરીને વાંકીયા ગામના સરપંચ લીલાબેન બટુકભાઈ દેત્રોજાની આગેવાની હેઠળ ગામના આગેવાનો તથા ખેડૂતો દ્વારા મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવીને ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર નદીમાં ખાનગી વીજ કંપનીનો વીજપોલ ઉભો કરવા માટેની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા બળજબરીપૂર્વક કરવામાં આવી રહી છે તેની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કલેક્ટર જણાવ્યું હતું કે ત્યાં વીજ પોલ ઉભો કરવા માટેની કોઈ મંજૂરી આપવામાં આવેલ નથી જો મંજૂરી વગર વીજ પોલ ઉભો કરવામાં આવતો હોય તો તેની સામે પોલીસ ફરિયાદ કરીને કાયદેસરની કાર્યવાહી કરી શકો છો. જેથી કરીને ગામના આગેવાનો દ્વારા હવે ગેરકાયદેસર વીજપોલ ઉભો કરવા માટેની કામગીરી જો કોન્ટ્રાકટર દ્વારા બંધ કરવામાં નહીં આવે તો હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવશે તેવી ચીમકી ઉતારવામાં આવી છે.






Latest News