મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ પાસે કેનાલમાં પડી ગયેલ મોબાઈલ ફોન લેવા ગયેલ સગીરાનું પાણીમાં ડૂબી જવાથી મોત: મોરબી નજીક બેભાન અવસ્થામાં યુવાનનું મોત


SHARE







હળવદના રણજીતગઢ પાસે કેનાલમાં પડી ગયેલ મોબાઈલ ફોન લેવા ગયેલ સગીરાનું પાણીમાં ડૂબી જવાથી મોત: મોરબી નજીક બેભાન અવસ્થામાં યુવાનનું મોત

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે વાડીની બાજુમાં આવેલ નર્મદાની કેનાલના કાંઠે બેસીને સગીરા ફોન ઉપર વાત કરી રહી હતી દરમિયાન કોઈ પણ કારણોસર તેનો મોબાઈલ કેનાલમાં પડી ગયો હતો જેથી તે ફોનને લેવા માટે થઈને સગીરા કેનાલમાં ગઈ હતી અને ત્યારે પગ લપસી જવાના કારણે કેનાલમાં વહેતા પાણીમાં પડી જવાથી સગીરાનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું આ બનાવની હળવદ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં કાળુભાઈ મોહનભાઈ ચૌહાણની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા લિહકાભાઈ વસાવેની દીકરી રવિનાબેન વસાવે (16) રણજીતગઢ ગામે કાળુભાઈની વાડી પાસેથી પસાર થતી નર્મદાની કેનાલના કાંઠે બેસીને મોબાઈલ ફોન ઉપર વાત કરી રહી હતી દરમિયાન કોઈ કારણોસર તેના હાથમાં રહેલો મોબાઈલ ફોન કેનાલમાં પડી જતા તે ફોન લેવા માટે થઈને કેનાલમાં ગઈ હતી અને દરમિયાન તેનો પગ લપસી જતા સગીરા કેનાલના પાણીમાં પડી ગઈ હતી અને ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે આ ગીરાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બેભાન અવસ્થામાં મોત

મોરબી તાલુકાના ટિંબડી ગામે રહેતો અને મજૂરી કામ કરતો સંદીપભાઈ રામજીભાઈ ચાવડા (32) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈપણ કારણોસર તે બેભાન થઈ ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે લાવ્યા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મૃતક યુવાનના મોટાભાઈ રમેશભાઈ રામજીભાઈ ચાવડા (35) રહે. ખોડીયાર નગર શેરી નં. છ રાજકોટ વળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News