મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

સેલ્ફ ફાઇનાન્સના શિક્ષકોને પેન્શન !: મોરબીમાં ખાનગી શાળાના સંચાલકની પ્રેરણાદાઈ પહેલ


SHARE







સેલ્ફ ફાઇનાન્સના શિક્ષકોને પેન્શન !: મોરબીમાં ખાનગી શાળાના સંચાલકની પ્રેરણાદાઈ પહેલ

મોરબીમાં આવેલ ઓમ શાંતિ વિદ્યાલયમાં છેલ્લા 30 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા શિક્ષકો સહિતના સ્ટાફને પેન્સન આપવા માટેનો નિર્ણય સંસ્થાના મેનેજીગ ટ્રસ્ટી દ્વારા લેવામાં આવેલ છે અને શિક્ષકોને પેન્શન અથવા એકસાથે પાંચ લાખ બે માંથી જે વિકલ્પ જોઈતો હોય તે આ શાળાના ટ્રસ્ટી દ્વારા આપવામાં આવે છે અને આ રીતે ખાનગી શાળામાં પ્રમાણિક શિક્ષક અને સ્ટાફને પેન્સન આપવાનો કદાચ ગુજરાતની સેલ્ફ ફાઈનાસ શાળામા પહેલ નિર્ણત મોરબીની ઓમ શાંતિ વિદ્યાલય દ્વારા કરવામાં આવેલ છે તે બીજી શાળાઓના સંચાલકો માટે પ્રેરણાદાઈ બનશે.

મોરબીમાં શનાળા રોડ ઉપર સરદાર બાગની સામેના ભાગમાં ઓમ શાંતિ વિદ્યાલય આવેલ છે અને આ સંસ્થાના મેનેજીગ ટ્રસ્ટી ટી.ડી. પટેલ દ્વારા પ્રેરણાદાઈ પહેલ કરવામાં આવેલ છે મોરબીમાં આ શાળા છેલ્લા ૩૩ વર્ષથી કાર્યરત છે. ત્યારે તા.૧-૧-૨૦૨૫ થી ૩૧-૧૨-૨૦૨૫ સુધીમાં ઓશાંતિ વિદ્યાલયમાંથી રીટાયર્ડ થયેલ શિક્ષક-પટાવાળા તેમજ તમામ સ્ટાફને પેન્સન આપવાનું નકકી કર્યું છે. અને જાન્યુઆરી માસના પગાર સાથે પેન્સન અપાઈ ગયેલ છે. જેને પેન્સન ન જોઈતુ હોય તેને ગ્રેચ્યુટી પેટે આસરે પાંચ લાખ રૂપીયા આપવામાં આવે છે.

અત્યાર સુધીમાં ૧૧ જેટલા સ્ફાટના લોકો રીટાયર્ડ થયેલ છે તે તમામને આપવાની રકમ તેઓના બેન્ક એકાઉન્ટમાં જમા કરી દીધેલ છે. હાલ તુર્તજ માસીક ૩૦૦૦ પેન્સન ચાલુ કરેલ છે. તેઓને સમયાંતરે મોંધવારી મુજબ પેન્સનમાં વધારો કરવામાં આવશે. અને વર્ષો સુધી સારી રીતે નોકરી કરીને ૬૦ વર્ષે જયારે સ્ટાફ રીટાયર્ડ થયા અથવા તેઓએ નોકરી છોડી દીધેલ હોય તે તમામને પેન્સન આજીવન આપવામાં આવશે.

શ્રમિકોના બાળકોને શિક્ષિત કરવા શાળાની ખાસ સેવા

આજના યુગમાં પણ ઘણા બધા શ્રમજીવી પરિવારો જ્યાં પણ રોજગારી મળે ત્યાં વસવાટ કરીને રખડતું ભટકતું જીવન જીવતા હોય છે જેથી તેમના બાળકો ખાનગી શાળા તો દૂરની વાત છે પરંતુ સરકારી શાળામાં પણ અભ્યાસ કરવા માટે જતા નથી તે હક્કિત છે ત્યારે મોરબીની ઓમ શાંતિ વિદ્યાલય દ્વારા શિક્ષણથી વંચિત હોય તેવા બાળકોને શિક્ષિત કરવા માટે સ્કુલ વાહન શરૂ કર્યું છે અને તે વાહન લઈને શિક્ષકો શહેરના જુદાજુદા વિસ્તારમાં આવેલ ઝુપડપટ્ટીમાં જઈને ત્યાં રહેતા અને શિક્ષણથી વંચિત છે તેવા બાળકોને શિક્ષિત કરવા માટેનું કાર્ય કરી રહ્યા છે.






Latest News