હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

વાંકાનેરના ઠીકરીયાળા ગામનો બનાવ: સાસુના આડા સબંધની જાણ થયા બાદ પતિ-સાસુના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત


SHARE









વાંકાનેરના ઠીકરીયાળા ગામનો બનાવ: સાસુના આડા સબંધની જાણ થયા બાદ પતિ-સાસુના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત

વાંકાનેરના ઠીકરીયાળા ગામે રહેતી પરિણીતાને તેના સાસુના આડાસંબંધ જાણ થઈ હતી જેથી કરીને તેને તેના પતિને તે અંગેની વાત કરી હતી ત્યાર બાદ સાસુ અને પતિ દ્વારા પરિણીતાને ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાની માતાએ વાંકાનેટ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેરના ઠીકરીયાળા ગામે રહેતા શીતલબેન હરેશભાઈ સોરાણી નામની પરિણીતાએ સાસુ અને પતિના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં હાલમાં મૃતક મહિલાના માતા પ્રભાબેન રાઘુભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ હરેશ ગોવિંદભાઈ સોરાણી અને વેવાણ લીલાબેન ગોવિંદભાઈ સોરાણી રહે. બંને ઠીકરીયાળા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેની દીકરીના લગ્ન પાંચ વર્ષ પહેલા હરેશ સાથે થતાં હતા અને ફરિયાદીની દીકરીને તેના સાસુના આડા સંબંધોની જાણ થઈ ગયેલ હતી જેથી તેણે પોતાના પતિને આ અંગેની વાત કરી હતી ત્યાર બાદ ફરિયાદીને દીકરીને તેના સાસુ અને પતિ દ્વારા શરરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેથી તેણે આપઘાત કરેલ છે. વધુમાં ફરિયાદમાં જણાવ્યુ છે કે, છેલ્લા બે વર્ષથી મૃતક શીતલબેનને નાની નાની વાતમાં મેણા ટોણા મારીને દુખત્રાસ આપતા હતા તેમજ મારકૂટ કરતાં હતા આટલુ જ નહીં તેણે પિયરમાં ફોન ઉપર વાત પણ કરવા દેતા ન હતા જેથી કંટાળીને પરિણીતાએ અંતિમ પગલું ભર્યું હતું. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News