મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના રોટરીનગર (અ) ગામે પ્રાથમિક શાળામાં ગામની સૌથી વધુ ભણેલી બે દીકરીઓના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ


SHARE







મોરબીના રોટરીનગર (અ) ગામે પ્રાથમિક શાળામાં ગામની સૌથી વધુ ભણેલી બે દીકરીઓના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ

કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટે પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત મોરબી તાલુકાના રોટરીગ્રામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ગામમાં સૌથી વધુ ભણેલ બે દીકરીઓના હસ્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે બાળકો માટે વિવિધ રમતોનું પણ આયોજન કર્યું હતું જેમાં વિજેતા બનેલા બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા

મોરબી તાલુકાના શ્રી રોટરીગ્રામ (અ.) ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ૭૭ માં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગામમાં સૌથી વધુ ભણેલ બે દીકરીઓ સ્નેહા પાંચોટિયા અને શ્વેતા માકાસણાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. અને બંને દીકરીઓને શાળાના આચાર્ય સરડવા મણિલાલ વાલજીભાઈએ પ્રમાણપત્ર આપી સન્માનિત કરી હતી. શાળા ની વિધાર્થીની દષ્ટિ અને ચાર્મી એ પ્રજાસત્તાક પર્વ ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. આ તકે દરેક ધોરણ ના બાળકો માટે અલગ અલગ રમત નું આયોજન મદદનીશ શિક્ષક વિનુભાઈ ફેફર દ્વારા કરવામાં આવ્યું હતું. અને દરેક રમતમાં ત્રણ નંબર ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો ગામની નજીક આવેલ રાજલ લેમિનેટ પ્રા.લી. તરફથી બધા માટે નાસ્તા નું આયોજન કરવામાં આવ્યુ હતુ. અને છેલ્લે આભાર વિધિ  આદ્રોજા ગજાનન અમરશીભાઈ દ્વારા કરવામાં આવી હતી.






Latest News