માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પ્રજાસતાક પર્વની નાયબ કલેક્ટરના અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ


SHARE











મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પ્રજાસતાક પર્વની નાયબ કલેક્ટરના અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ

સમગ્ર ભારતદેશમાં આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે મોરબી શહેર કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી અને નાયબ કલેકટરના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે તેઓના હસ્તે તિરંગાને ખુલ્લા આકાશમાં લહેરાવીને સલામી આપવામાં આવી હતી

મોરબી શહેર કક્ષાએ મોરબીના જેલ રોડ ઉપર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ  ખાતે ૭૭ માં પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા નાયબ કલેક્ટર ઉમંગ પટેલના હસ્તે તિરંગો ખુલ્લા આકાશમાં લહેરાવ્યો હતો ત્યાર બાદ સલામી સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને આ તકે સાથે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમના હોદેદારો તેમજ અન્ય રાજકીય પાર્ટીના આગેવાનો અને સામાજિક આગેવાનો તેમજ નગરજનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય પાસે પણ તિરંગો લહેરાવીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વધુમાં આપના આગેવાનોએ જણાવ્યું હતું કે, ભારતને સાચા અર્થમાં લોકશાહી બનાવનાર દિવસ અને પ્રજાના હાથમાં સત્તા અપાવનાર દિવસ એટલે પ્રજાસત્તાક દિવસની સહુ કોઈએ આન બાન અને શાન થી ઉજવણી કરવી જોઈએ. અને બંધારણે આપણને હક આપ્યા છે. તેને સમજીને હક્ક માટે જાગૃત બનવું જોઈએ.






Latest News