ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ મોરબીમાં નેશનલ હાઇવે રોડ ઉપરથી લટકતો જોખમી દરવાજો લઈને પસાર થતા ડમ્પરનો વિડીયો થયો વાયરલ
Breaking news
Morbi Today

મોરબીમા રાણીબાગ ખાતે મનપા દ્વારા 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ: વેબસાઈટ-મોબાઈલ એપ લોન્ચ કરતાં કમિશનર 


SHARE







































મોરબીમા રાણીબાગ ખાતે મનપા દ્વારા 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ: વેબસાઈટ-મોબાઈલ એપ લોન્ચ કરતાં કમિશનર 

મોરબી મહાનગરપાલિકા દ્વારા 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાણીબાગ મણિ મંદિર ખાતે કરવામાં આવી હતી,  આ કાર્યક્રમમાં મનપાના કમિશનર માન. સ્વપ્નિલ ખરે એ ધ્વજવંદન કર્યું હતું, શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ અને સફાઈ કામદારને સન્માનિત કર્યા હતા, મોરબી  પ્રદૂષણ મુક્ત બને ગ્રીનરી બની રહે તેવા આશય સાથે કાર્યક્રમના અંતમાં વૃક્ષારોપણ કરાયું હતું.

મોરબી મહાનગરપાલિકા દ્વારા  77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી મણી મંદિર ખાતે કરાઈ હતી, પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મનપાના કમિશનર  માન. શ્રી સ્વપ્નિલ ખરે એ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ પ્રસંગિક ઉદબોધનમાં  જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા તા. 1/1/ 2025 ના  મોરબીની આસપાસના વિસ્તારોને સમાવિષ્ટ કરી મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે.

મોરબી મહાનગરપાલિકા કાર્યાનિત થયા બાદ પ્રથમ દિવસથી જ શહેરીજનોની સુખાકારી માટેના વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે, શહેરનો સુ-વ્યવસ્થિત વિકાસ થાય તે માટે શરૂઆતના તબક્કાથી જ રોડ મેપ તૈયાર કરી જુદી જુદી કામગીરી આયોજનબદ્ધ કરવામાં આવે છે. તો પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મોરબીના નહેરુ ગેટ અને રાણીબાગ મણીમંદિરને આકર્ષક દેશના તિરંગાની થીમ થી સુશોભિત કરવામાં આવ્યું છે, આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક શાખા દ્વારા સંપૂર્ણપણે ટેન્ડર પ્રોસેસ થઈ ચૂક્યું છે મોરબી વાસીઓને તિરંગાની લાઇટિંગ થીમનો આ અદભુત નજારો નિયમિતપણે જોવા મળશે.

મોરબીની આગવી ઓળખ ઉભી થાય તેવા ઘણા પ્રોજેક્ટ હાલ કાર્યરત છે, તેમજ ડિજિટલ એનિસીએટીવ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા વેબસાઈટ તથા મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેના ઉપયોગ થકી નાગરિકો વિવિધ શાખાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓનો લાભ ઘેર બેઠા ઓનલાઈન મેળવી શકે છે, મોરબીમાં સુગમ પરિવહનની સુવિધા માટે 266 કરોડના ખર્ચે કુલ ત્રણ બ્રિજ નિર્માણ પામનાર છે ગુજરાત રાજ્યમાં ચોથો કેબલ બ્રિજ મોરબીને મળવા જઈ રહ્યો છે, જેની કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર છે,

શહેરી વિસ્તારમાં 100% ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવામાં આવે છે આ કામગીરીનું ડિજિટલ મોનિટરિંગ પણ અમલમાં મુકાઈ ગયું છે, મોરબી મહાનગરપાલિકા  શહેરીજનોને શક્ય તેટલી આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રતિબંધ છે તાજેતરમાં તા. 24 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે 16.66 કરોડના 29 કાર્યોનું લોકાર્પણ તથા 512 કરોડના 47 કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે.

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને ઈ- સરકારની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કામદારોને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા, આ કાર્યક્રમનુ  સમાપન વૃક્ષારોપણ દ્વારા કરાયું હતું, આ કાર્યક્રમમાં માનનીય કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા(વ) , નાયબ કમિશનર સંજય કુમાર સોની, મનપાની વિવિધ શાખાના અધ્યક્ષ, કર્મચારીઓ, શહેરના વિવિધ સંસ્થાકીય આગેવાનો  ઉપસ્થિત રહ્યા હતા.
















Latest News