મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

હળવદ નજીકથી 32 પાડાને કચ્છથી અમદાવાદ બાજુ કતલખાતે લઈ જતું આઇસર ઝડપાયું


SHARE











હળવદ નજીકથી 32 પાડાને કચ્છથી અમદાવાદ બાજુ કતલખાતે લઈ જતું આઇસર ઝડપાયું

માળીયા અમદાવાદ હાઇવે ઉપરથી આઇસરમાં અબોલ જીવને ભરીને અમદાવાદ બાજુ કતલ કરવા માટે લઈ જવાના છે તેવી બાતમી મોરબી અને હળવદ  ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતની સંસ્થાઓના આગેવાનોને મળી હતી જેના આધારે વોચ રાખવામા આવી હતી અને હળવદ પોલીસના સહયોગથી આઇસરને રોકીને ચેક કરતાં તેમાંથી કતલ ખાને લઈ જવાતા 32 પાડા મળી આવ્યા હતા જેને બચાવી લેવામાં આવ્યા હતા અને આ બાબતે ફરિયાદ લેવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે.

મોરબી અને હળવદના ગૌરક્ષકવિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત, હિન્દુ યુવા વાહિની  ગૌરક્ષકને માહિતી મળી હતી કે, કચ્છ બાજુથી માળીયા થઈને  અમદાવાદ બાજુ કતલ કરવા માટે આઇસર ગાડીમાં અબોલ જીવને લઈ જવાના છે જેથી કરીને ગૌ રક્ષકો દ્વારા વોચ રાખવામા આવી હતી અને મળેલ બાતમી મુજબનું આઇસર નંબર જીજે 23 વી 4648  પસાર થઈ રહ્યું હતું તેનો પીછો કરીને આઈસર ગાડીને રોકવામાં આવી હતી અને હળવદ પોલીસના સહયોગથી તે ગાડીને ચેક કરવામાં આવી હતી ત્યારે કચ્છ બાજુથી અબોલ જીવને વાહનમાં ભરીને અમદાવાદમાં કતલ કરવાના ઇરાદે લઇ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું આ ગાડીમાં 32 પાડાને ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવામાં આવ્યા હતા જેથી કરીને બાબતે વાહન ચાલકની પૂછપરછ કરતા તેને પાસે અબોલ જીવને લઈ જવા માટેની કોઈપણ પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.






Latest News