મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં નીલકંઠ સ્કૂલ ખાતે પ્રિ એસએસસી એક્ઝામનું આયોજન


SHARE













મોરબીમાં નીલકંઠ સ્કૂલ ખાતે પ્રિ એસએસસી એક્ઝામનું આયોજન

મોરબીમાં રવાપર રોડે આવેલ નીલકંઠ સ્કૂલ ખાતે પ્રિ એસએસસી એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે અને ધો-10 ની પરીક્ષા આપવા માટે યોદ્ધાની જેમ તૈયારી કરતા વિદ્યાર્થીઓને પરિક્ષાનો ડર દૂર થાય તેના માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
 
સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા નજીક આવે એટ્લે વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર (ભય) જોવા મળે છે તેને દૂર કરવા માટે મોરબીમાં રવાપર રોડે આવેલ નીલકંઠ સ્કૂલ દ્વારા તા.1/2/2026 ને રવિવારના રોજ  સવારે 9:00 થી 11:00 વચ્ચે મોરબીની તમામ સ્કૂલ અને કલાસીસના ધો-10 ના વિદ્યાર્થીઓ માટે MCQ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ટોપ 20 નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અમૂલ્ય ઈનામ આપી સન્માનીત કરવામાં આવશે. ઉલેખનીય છે કે, બોર્ડની પરીક્ષા પદ્ધતિ મુજબ પરીક્ષા લેવામાં આવશે અને સીટ નંબર આપવામાં આવશે. અને આ પરીક્ષામાં 25 MCQ વિજ્ઞાન અને ટેક્નોલોજી, 25 MCQ ગણિત, 15 MCQ સામાજિક વિજ્ઞાન, 15 MCQ ઇંગ્લિશ, 10 MCQ ગુજરાતી, 10 MCQ  સંસ્કૃત આમ કુલ 100 માર્ક હશે. આટલું જ નહીં પરીક્ષા દરમ્યાન બોર્ડની પરિક્ષામાં સપ્લીમેન્ટરી ભરવી, ખાખી સ્ટીકર, બારકોડ સ્ટીકર લગાવવા અને અન્ય ધ્યાનમાં રાખવા જેવી બાબતોની માહિતી આપવામાં આવશે. અને આ પરીક્ષા માટે આ સાથે આપેલ લીક ઉપર ટચ કરીને https://forms.gle/PiXycLgdKiCVNzFr8 રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9512295950 અને 9512295951 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News