મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટીબરાર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાળા કક્ષાએ 3D ફિલ્મ નિહાળી


SHARE







માળીયા (મી)ના મોટીબરાર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાળા કક્ષાએ 3D ફિલ્મ નિહાળી

માળિયા (મી)ના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં આનંદદાયી શનિવાર અંતર્ગત વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ 3D ફિલ્મ બતાવવામાં આવી હતી. શાળાના આચાર્ય અનિલ બદ્રકિયાએ જણાવ્યું હતું કે તેમના દ્વારા શાળામાં છેલ્લા 2 વર્ષથી "શાળા વિકાસ ફંડ" નો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ગ્રામજનો જન્મદિવસ, પુણ્યતિથિ કે અન્ય પ્રસંગોએ શાળા વિકાસ ફંડમાં સ્વેચ્છાએ ફાળો આપે છે. આ ફાળાનો ઉપયોગ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે તેમજ શાળાની ભૌતિક સુવિધાઓ વધારવા માટે કરવામાં આવે છે. જે અંતર્ગત તાજેતરમાં જ શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ સમયાંતરે 3D ફિલ્મનો આનંદ માણી શકે એ માટે શાળામાં વિદ્યાર્થીઓ માટે 3D ચશ્મા વિકસાવવામાં આવ્યા છે. અને એ 3D ચશ્માં દ્વારા જ શાળા કક્ષાએ 3D ફિલ્મ બતાવવામાં આવી હતી. અને શાળા દ્વારા કરવામાં આવેલ આ પહેલને વાલીઓ અને સ્થાનિક લોકો દ્વારા આવકારવામાં આવી હતી.






Latest News