ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના પ્રાણ પ્રશ્નો માટે મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ પાટીલની મુલાકાત કરીશ : પી.પી.જોષી


SHARE







મોરબીના પ્રાણ પ્રશ્નો માટે મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ પાટીલની મુલાકાત કરીશ : પી.પી.જોષી

મોરબી જિલ્લો બની ગયાને વર્ષો થયા પરંતુ જે સુવિધા પ્રજાને મળવી જોઈએ તેમાં અધિકારીઓની અણ આવડત અને ઘોર બેદરકારીના લીધે લોકો હેરાન થતા હોય તેવું જણાઇ રહ્યુ હોય આ મુદદે રાજયના મુખ્યમંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલની મુલાકાત કરીશ તેમ અહીંના જાગૃત નાગરીક પી.પી.જોષીએ જણાવ્યું છે.

જીલ્લાના જુદા જુદા પ્રશ્નો કે જેમાં એસ.ટી.ને લગતા પ્રશ્નો, સિટી મામલતદાર ઓફિસ ચાલુ કરવાનો પ્રશ્ન, મોરબી શહેરની ટ્રાફિક સમસ્યા, મોરબીથી અમદાવાદ મુંબઈ જવા મોટા સીટી માટે કોઈ રેલ્વે સુવિધા નથી તે પ્રશ, વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય તેમને પૂરતી સુવિધા આપવી, વિધવાઓને પેન્શન મેળવવામાં પડતી મુશ્કેલીઓ, મોરબી શહેરના હાઇવે તેમજ અંતરીયાળ ગામોના તુટી ગયેલ રોડ, પંડિત દીનદયાળ રેશનકાર્ડની દુકાનમાં સમયસર વિતરણ ન થવોનો પ્રશ્ન, નિયમમાં થોડા ફેરફાર કરવા, દુકાનોને ઘણા સમયથી કમિશન વધેલ નથી જે વધારવું, ખોટા બીપીએલ કાર્ડની તપાસ કરીને રદ કરવા અને જરૂરિયાત વાળાઓને નવા બીપીએલ કાર્ડ કાઢી આપવા કે જેમાં પુરવઠા તંત્રની બેદરકારી જોવા મળે છે, ત્રણ વર્ષથી ઉપરના અધિકારી-કર્મચારીઓની બદલી કરવી, મોરબી નવા બસ સ્ટેન્ડની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવી, અગાઉની જેમ હાઇવે નાઈટ પેટ્રોલિંગ પોલીસે ચાલુ કરવું જેથી લૂંટના બનાવ બનતા અટકે, મોરબી જિલ્લાનો પૂરતો પોલીસ સ્ટાફ તથા એસ.ટી.ને પણ પૂરો સ્ટાફ ફાળવવો, મોરબી-માળીયા વિધાનસભા સીટ વધારવી વિસ્તાર મોટો હોય એક ધારાસભ્ય ન ચાલે આવા મોરબી વિસ્તારના અનેક પ્રશ્નો માટે પી.પી.જોષી આગામી તા.૨૭-૧૨ ના રોજ મુખ્યમંત્રી તથા પાટીલને રૂબરૂ મળશે.






Latest News