મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી એલ.ઇ.કોલેજની મરામત કરીને I.I.T. નો દરરજો આપીને અપગ્રેડ કરવા મુખ્યમંત્રીને કરી રજૂઆત


SHARE







મોરબી એલ.ઇ.કોલેજની મરામત કરીને I.I.T. નો દરરજો આપીને અપગ્રેડ કરવા મુખ્યમંત્રીને કરી રજૂઆત

ગુજરાત ભરમાં સૌથી જૂની સૌરાષ્ટ્રની મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજની બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું છે ત્યારે તેને રિપૅર કરવામાં આવે અને તે જગ્યા ઉપર I.I.T. નો દરરજો આપીને અપગ્રેડ કરવામાં આવે તેવી મોરબીમાં રહેતા અને એલ.ઇ. કોલેજના પૂર્વ વિદ્યાર્થી અને ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.

ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ અસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, ભારતની જૂની એન્જીનીયરીંગ કોલેજ પૈકીની મોરબીમાં આવેલ લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ આવેલ છે અને મોરબીના મહારાજાશિક્ષણ પ્રત્યેના પ્રેમના કારણે તેઓનો રાજમહેલ કે જે નજરબાગ પેલેસ તરીકે જાણીતો હતો તે મહેલને એન્જીનીયરીંગ કોલેજ માટે આપી દીધેલ હતો. તે ઉપરાંત ઘણી બધી જગ્યા પણ કોલેજને આપેલ હતી. આ ઐતિહાસિક ઇમારત હાલમાં બંધ છે તેના માટે વારંવાર રજુઆતો કરેલ છે. અને  સરકારે હકારાત્મક અભિગમ અપનાવેલ છે. છતાં પણ ક્યાં કારણોસર કામ શરુ થતું નથી ? અને શા માટે કામ ગોકળગતિએ કરવામાં આવે છે તે સહિતના સવાલો ઊભા થઈ રહ્યા છે જેથી તે અંગેની તપાસ કરવાની માંગણી કરીને મરામતની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. અને ખાસ કરીને હાલમાં એન્જીનીયરીંગ કોલેજની ખુબજ મોટી જગ્યા અને બિલ્ડીગો આવેલ છે. પરંતુ વિધાર્થીઓની સંખ્યા ખુબજ ઓછી થઈ ગયેલ છે ત્યારે આ કોલેજ કોઈ પ્રાઇવેટ સંસ્થાને સોપવાનો એજન્ડા ચાલી રહ્યો હોવાની ચર્ચા પૂર્વ વિધાર્થીમાં થઈ રહી છે. મોરબી સીરામિક ક્ષેત્રે અગ્રેસર છે ત્યારે આ કોલેજમાં સિરામિક એન્જીનીયરીંગનો ડીગ્રી કોર્ષ ન હોય તે ખુબજ દુઃખની વાત છે. જેથી અહી સરામિક માટેની અધતન લેબોરેટરી પણ થઇ શકે તેમજ છે. પરંતુ શા માટે નથી થતું  તે મોટો પ્રશ્ન છે. ત્યારે મોરબીની કોલેજમાં ઘણા બધા કોર્ષો ચાલુ કરી શકાય તેવું ઇન્ફ્રાસ્ટ્રકચર છે. છતાં કઈ થતું નથી જેથી કરીને આ કોલેજને I.I.T. નો દરરજો આપીને તેનો વિકાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News