મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી શહેર-જિલ્લા કોળી સેના દ્વારા બગદાણામાં બનેલ ઘટનામાં તટસ્થ તપાસ કરીને આરોપીને આકરી સજા કરવાની માંગ


SHARE







મોરબી શહેર-જિલ્લા કોળી સેના દ્વારા બગદાણામાં બનેલ ઘટનામાં તટસ્થ તપાસ કરીને આરોપીને આકરી સજા કરવાની માંગ

મહુવા તાલુકાના બગદાણા ખાતે રહેતા નવનીતભાઈ કોળી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ગંભીર ઇજાઓ કરવામાં આવી છે જે હાલમાં સારવાર હેઠળ છે દરમિયાન સમગ્ર ગુજરાતની અંદર આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે મોરબી શહેર અને જિલ્લા કોળી સેનાના યુવા પ્રમુખની આગેવાની હેઠળ મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ ઘટનામાં તટસ્થ તપાસ કરીને આરોપીઓને સજા થાય તેવી માંગ કરવામાં આવી છે.

મોરબી જિલ્લા અને શહેર કોળી સેનાના યુવા પ્રમુખ માધવભાઈ લખમણભાઇ પરેશા સહિતના આગેવાનોની હાજરીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું છે કે, ગત તા. 29/12 ના રોજ નવનીતભાઈ કોળી ઉપર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓને મારમારીને ગંભીર ઇજા કરવામાં આવેલ છે તેમ છતાં પણ પોલીસ વિભાગ દ્વારા કાયદાની જોગવાઈ મુજબ તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવી નથી અને પોલીસના વલણથી કેસને હલકો પાડવાનો અને દિશાહીન કરવાનો પ્રયત્ન થતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે અને મુખ્ય આરોપીઓ હાલમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે જેથી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાય છે જેથી કરીને હાલમાં આવેદન પત્ર આપીને ત્રણ માગણી કરવામાં આવી છે જેમાં આ કેસની સંપૂર્ણ નવી રીતે અને ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ હાથ ધરવી, હુમલામાં સંડોવાયેલા તમામ આરોપીઓને તાત્કાલિક પકડી કાનૂની કાર્યવાહી કરવી અને પીડિત નવનીતભાઈ કોળીને સુરક્ષા અને ન્યાયની ખાતરી આપી. જો આ ત્રણ માંગણીઓને ધ્યાને લઈને તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News