વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

ગુજરાતની આર્થિક સમૃદ્ધિમાં ઔદ્યોગિક વિકાસનું મોડલ મોરબી: વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ૨૪૭૦ કરોડનાં એમઓયુ થયા


SHARE











ગુજરાતની આર્થિક સમૃદ્ધિમાં ઔદ્યોગિક વિકાસનું મોડલ મોરબી: વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ૨૪૭૦ કરોડનાં એમઓયુ થયા

વિકાસના માર્ગે ગુજરાતે હરણ ફાળ ભરીને દેશના અન્ય રાજ્ય માટે વિકાસ મોડલ બન્યું છે. ત્યારે ઔદ્યોગિક હબ ગણાતા મોરબી જિલ્લાએ ગુજરાતને વિશ્વસ્તરે નામાંકિત કર્યું છે. સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ ક્ષેત્રે સાધેલા અનન્ય વિકાસ થકી વિકાસનું મોડલ બન્યું છે મોરબી. અહીંના ઉદ્યોગોના વિકાસ માટે સરકાર દ્વારા ગત ૨ વર્ષમાં ૧૨૦૦ થી વધુ ઔદ્યોગિક એકમોને ૪૬૦ કરોડથી વધુની નાણાકીય સહાય પૂરી પાડી છે. ગુજરાત વાયબ્રન્ટ સમિટ અને આ વર્ષે સરકારે લીધેલા રિજિયોનલ વાયબ્રન્ટ કોન્ફરન્સના માધ્યમથી ઔદ્યોગિક વિકાસની ગતિ વધુ તેજ બની રહી છે, ત્યારે આ કાર્યક્રમનાં ભાગરૂપે મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં ૫૦ કંપનીઓ વચ્ચે રૂ.૨૪૭૦ કરોડનાં એમ.ઓ.યુ. થયા હતા.

મોરબીમાં સિરામિક ઉદ્યોગની ૧૨૦૦ થી વધુ ફેક્ટરી આવેલી છે, જેનું વાર્ષિક ટન ઓવર અંદાજિત રૂ. ૬૦,૦૦૦ કરોડ અને વાર્ષિક નિકાસ રૂ. ૧૨૦૦૦ કરોડની છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં  અંદાજતિ રૂ. ૧૨૦૦૦ કરોડ, વર્ષ ૨૦૨૪-૨૫ માં અંદાજિત રૂ. ૧૨૦૦૦ કરોડ તથા ચાલુ વર્ષે હાલની સ્થિતિએ રૂ. ૧૦૦૦૦ કરોડની નિકાસ નોંધાયેલી છે. મોરબીના સિરામિક ઉત્પાદનોની યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ, જર્મની, ઓમાન, શ્રીલંકા, ઇજિપ્ત, યુકે તથા જાપાન સહિતના દેશોમાં વિશેષ માંગ રહેલી છે.

રોજગારીના સર્જન માટે મોરબીના ઉદ્યોગો સવિશેષ મહત્વ ધરાવે છે. જ્યાં દેશના અનેક રાજ્યોમાંથી યુવાઓ રોજગારી માટે મોરબી આવે છે. મોરબીના સિરામિક ઉદ્યોગોમાં અંદાજિત ૩.૫ લાખ લોકો સીધી રોજગારી મેળવી રહ્યા છે. ઉપરાંત ટ્રાન્સપોર્ટ, પેકેજીંગ, લેમીનેટ્સ, માર્કેટિંગ, રો-મટીરીયલ અને લોજિસ્ટિક સહિતના ઉદ્યોગો સિરામિક ઉદ્યોગના વિકાસની સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા હોવાથી તેમનો વિકાસ થયો છે અને આ ઉદ્યોગોમાં પ્રત્યક્ષ/પરોક્ષ રીતે અંદાજિત ૫ લાખ લોકો રોજગારી મેળવે છે.

ઘડિયાળ ઉદ્યોગ સાથે મોરબી દાયકાઓથી સંકળાયેલો છે. આજે મોરબીમાં અંદાજિત ૧૫૦ થી ૨૦૦ દિવાલ ઘડિયાળ બનાવતા એકમો આવેલા છે. મહિલાઓની રોજગારીની દ્રષ્ટિએ ઘડિયાળ ઉદ્યોગ વિશેષ મહત્વ ધરાવે છે. અંદાજિત ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ લોકો આ ઉદ્યોગમાંથી રોજગારી મેળવે છે જેમાં ૬૦% જેટલી મહિલાઓ રોજગારી મેળવી રહી છે. અને મીઠાના ઉદ્યોગો પણ મોરબીનો વિકાસ થયો છે અને ગુજરાતમાં મીઠાના ઉત્પાદનમાં કચ્છ મોરબી જિલ્લો બીજો નંબર ઉપર આવે છે. અને વાર્ષિક ૨૫ લાખ મેટ્રિકલ મીઠાના ઉત્પાદનની સાથે ૭ લાખ મેટ્રિક મીઠાનું તો એકલું મોરબી નિકાસ કરે છે.

સિરામિક ઉદ્યોગની સાથે મોરબીમાં વિસ્તરેલ ઉદ્યોગમાં પોલિપેક ઉદ્યોગ પણ મહત્વનું છે, જેના અંદાજિત ૧૫૦ જેટલા એકમો મોરબીમાં કાર્યરત છે. જેમાં અંદાજિત ૨૦,૦૦૦ લોકોને રોજગારી મળી રહી છે. જયારે પેપરમીલના ૫૦ થી વધુ એકમોમાં અંદાજે ,૦૦૦ કરોડનું મુડી રોકાણ કરવામાં આવ્યું છે અને અંદાજે ૮ હજાર લોકોને રોજગારી મળે છે. મોરબી જિલ્લો ઔદ્યોગિક વિકાસમાં રાજ્યમાં મહત્વનુ સ્થાન ધરાવે છે. અને ઔદ્યોગિક વિકાસના લીધે માળખાકીય સુવિધાઓ, સવલતો તેમજ રોજગારીમાં વધારો થાય છે.






Latest News