મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં સોની બજાર સંઘ દ્વારા મુમુક્ષુ વિધિબેનની સંયમ અનુમોદના શોભાયાત્રા યોજાઇ


SHARE













મોરબીમાં સોની બજાર સંઘ દ્વારા મુમુક્ષુ વિધિબેનની સંયમ અનુમોદના શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં શ્રી સોની બજાર સંઘમાં મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધિબેનની સંયમ અનુમોદના શોભાયાત્રાનું આજે મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા. અને મહાસતીજીઓએ આશીર્વાદ પાઠવ્યા હતા

મોરબી શ્રી સોની બજાર સંઘ દ્વારા મોરબીમાં રહેતા વિધિબેન અશ્વિનભાઈ મહેતા કે જેઓ લીંબડી અજરામર સંપ્રદાયમાં આગામી તા. 1 ફેબ્રુઆરીના રોજ લીંબડી ખાતે દીક્ષિત થવાના છે. તેમના સંયમની અનુમોદનમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી સમસ્ત જન સંઘોના ભાવિકો જોડાયા હતા મોરબીમાં આજે નેહરૂગેટ ચોકથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું અને ગ્રીનચોક થઈને સોની બજાર ઉપાશ્રય ખાતે વાંતે ગાજતે ધર્મનાથ મિત્ર મંડળના બેન્ડના સથવારે શોભાયાત્રા સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ ધર્મસભામાં પૂજ્ય મહાસતીજીઓએ આશીર્વાદ પાઠવ્યા હતા. અને મોરબીના વિવિધ સંઘો અને મંડળોએ મુમુક્ષુ વિધિબેનનું સન્માન કર્યું હતું અને મુમુક્ષુ વિધિબેનએ પોતાના ભાવો વ્યક્ત કરતા કહ્યું હતું કે “આ પાપમય સંસાર છોડી હું શ્રમણ ક્યારે બનવું ??” કાર્યક્રમના અંતમાં સોની બજાર તરફથી આવેલા તમામ શ્રાવક-શ્રાવીકો માટે નવકારશી તેમજ સ્થાનકવાસી જૈન યુવક મંડળ તરફથી પ્રભાવનાનું આયોજન કરવામાં આવ્યું હતું






Latest News