મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા અમૃતમંથનનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા અમૃતમંથનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપના ડો.દેવેનભાઈ રબારીનો જન્મદિવસ હતો જેથી કરીને સ્કાય મોલ ખાતેમાં પારિવારિક મિલન તથા અમૃતમંથનના કાર્યક્રમનું આયોજન યોજાયું હતું. જેમાં અગ્રણીઓ તેમજ બુદ્ધિજીવીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જાણીતા વકતા ડો. જિગરભાઈ ઈમાનદારએ ખાસ વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેઓએ કહ્યુ હતુ કે, આપણે બીજા માટે તો ઘણા કાર્ય કરતા હોઈએ છીએ. આપણા માટે પણ કાર્ય કરવું જોઈએ. જેમ કે સત્ય બોલવું, કર્તવ્ય નિભાવવું. દિવસ દરમિયાન શુ ખોટું કર્યું તેનું રાત્રીના સમયે મંથન કરવુ. બીજા દિવસે તે ન થાય તેનું ધ્યાન રાખવું. તમામ લોકો ઈમાનદારી અને ખંતપૂર્વક કાર્ય કરશે તો ચોક્કસ આપણો દેશ નવી ઊંચાઈએ પહોંચશે. તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ તકે ડો. દેવેનભાઇ રબારીએ જણાવ્યું હતું કે, મારા માટે સફળતા કરતા સંઘર્ષ વધારે મહત્વનો રહ્યો છે. કારણ કે સંઘર્ષ એક યાત્રા છે અને સફળતા તો ફક્ત એક સ્ટેશન. ખાસ કરીને જન્મદિવસ નિમિત્તે તેઓને શુભકામનાઓ પાઠવવા આવેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News