મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામે વાડીએ ટ્રેક્ટર નીચે કચડાઈ જવાથી 8 માસના બાળકનું મોત


SHARE











વાંકાનેરના તીથવા ગામે વાડીએ ટ્રેક્ટર નીચે કચડાઈ જવાથી 8 માસના બાળકનું મોત

વાંકાનેર તાલુકાના તિથવા ગામ પાસે વાડીએ મજૂરી કામ કરતા યુવાનનો આઠ માસનો દીકરો ટ્રેક્ટર નીચે છાયામાં સુવડાવ્યો હતો દરમિયાન અન્ય બાળકો ત્યાં રમતા હતા તેવા સમયે ટ્રેક્ટર રડી પડતા તે ટ્રેક્ટરના ટાયર બાળકના શરીર ઉપરથી ફરી ગયા હતા જેથી કરીને તેને ગંભીર ઈજા થવાના કારણે આઠ માસના બાળકનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતક બાળકના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે ઇરફાનભાઇ કડીવારની ઓરડીમાં રહીને ખેતીમાં મજૂરી કામ કરતા હુમલાભાઈ ભગુભાઈ માવી (44) નો આઠ માસનો દીકરો કીર્તન હુમલાભાઈ માવી તિથવા ગામે વાડીના શેઢે ટ્રેક્ટર ની નીચેના ભાગમાં છાયડામાં સુવડાવ્યો હતો ત્યારે હુમલાભાઈ અને તેના પત્નીને અન્ય મજૂરો વાડીમાં કપાસ વીણવા માટેનું કામ કરતા હતા અને તેઓના બાળકો ટ્રેક્ટર પાસે રમતા હતા દરમિયાન છોકરાઓ ટ્રેક્ટર પાસે રમતા હતા ત્યારે કોઈ કારણોસર ટ્રેક્ટર રડી પડતા તેના ટાયર નીચે કીર્તન આવી ગયો હતો જેથી કરીને તેને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત્મ થયો હતો આ બનાવની મૃતક બાળકના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News