મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

ધોળા દિવસે ચોરી !: મોરબીમાં ગ્રાહક બનીને દુકાનમાં આવૈલ ગઠીયો રોકડા 50 હજાર ચોરી ગયો, ઘટના સીસીટીવીમાં કેદ


SHARE







ધોળા દિવસે ચોરી !: મોરબીમાં ગ્રાહક બનીને દુકાનમાં આવૈલ ગઠીયો રોકડા 50 હજાર ચોરી ગયો, ઘટના સીસીટીવીમાં કેદ

આજે સવારે મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ દુકાનમાં એક ગઠીયો ગ્રાહક બનીને આવ્યો હતો અને વેપારી દુકાનની અંદર માલ લેવા માટે ગયો હતો તે દરમિયાન આ ગઠીયાએ દુકાનના કાઉન્ટરના ટેબલના ખાનામાંથી રોકડા રૂપિયા 50,000 ની ચોરી કરી લીધી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને તેના સીસીટીવી વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આજે ધોળા દિવસે ચોરીની ઘટના બનેલ છે અને તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે જેની મળતી વિગત પ્રમાણે જલારામ ટ્રેડર્સ નામની પાન મસાલાની દુકાન ધરાવતા મિતેશભાઇ પુજારાની દુકાને આજે સવારે 10:00 વાગ્યાના અરસામાં એક ગઠીયો ગ્રાહક બનીને આવ્યો હતો અને વેપારી તેની દુકાનની અંદર માલ લેવા માટે ગયા તે દરમિયાન દુકાનમાં કાઉન્ટરના ટેબલની અંદરથી ખાનુ ખોલીને આ ગઠીયાએ રોકડા રૂપિયા 50,000 નું બંડલ સેરવી લીધું હતું અને ચોરી કરી હતી જે સમગ્ર ઘટના દુકાનમાં મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરાની અંદર કેદ થયેલ છે જેના આધારે ભોગ બનેલા વેપારી દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં વેપારી પાસેથી અરજી લઈને દુકાનમાંથી રોકડા રૂપિયાની ચોરી કરનારા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News