મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ટાઉનહોલના પાર્કિંગમાંથી 7.183 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા: 10.72 લાખનો મુદ્દામાલ કબજે


SHARE







વાંકાનેરમાં ટાઉનહોલના પાર્કિંગમાંથી 7.183 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા: 10.72 લાખનો મુદ્દામાલ કબજે

વાંકાનેરમાં આવેલ ટાઉનહોલના પાર્કિંગમાં પડેલી આર્ટિકા કારમાં ગાંજાનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર કારમાંથી 7.183 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને 3,59,150 ની કિંમતનો ગાંજાનો જથ્થો તેમજ કાર, બે મોબાઇલ અને રોકડા રૂપિયા મળીને 10,72,650 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનોથી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા એસઓજી ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર શહેરમાં આવેલ ટાઉનહોલ પાસે પાર્કિંગમાં અલટીકા કાર નંબર જીજે 4 ડીએન 3804 કે જેમાં પાછળના ભાગે રોનક લખેલું છે તે ગાડીની અંદર ગાંજાનો જથ્થો છે તેવી ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એસઓજી ની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે કારમાં બે શખ્સ બેઠેલા જોવા મળ્યા હતા અને તે કારને ચેક કરવામાં આવતા તેમાંથી 7.183 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને 3,59,150 ની કિંમતનો ગાંજો તેમજ 7 લાખ રૂપિયાની કિંમતની કાર, 10,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન અને રોકડા 3,500 આમ કુલ મળીને 10,72,650 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી લલિતભાઈ ઉર્ફે લક્કી હેમંતભાઈ ધામેચા તેમજ વિજયભાઈ સાગરભાઇ સારલા નામના બે શખ્સને પકડવામાં આવ્યા હતા અને તે બંનેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાવીને બંને આરોપીઓ તથા મુદ્દામાલ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને આગળની તપાસ વાંકાનેર સિટી પોલીસની ટીમ દ્વારા હાથ કરવામાં આવી છે






Latest News