વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ૨.૪૭ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ચેરીટી ભવનનું કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે કરાયું લોકાર્પણ


SHARE











મોરબીમાં ૨.૪૭ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ચેરીટી ભવનનું કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે કરાયું લોકાર્પણ

મોરબીમાં શનાળા ગામ પાસે રાજકોટ રોડ ઉપર ૨.૪૭ કરોડના ખર્ચ જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરીના નવનિર્મિત ચેરીટી ભવનનું  ગુજરાતના કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે શ્રમ, રોજગાર તથા કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા તથા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમ છાંગા પણ હજાર રહ્યા હતા અને જિલ્લામ દરેક ટ્રસ્ટને ૧૦૦-૧૦૦ વૃક્ષનું વાવેતર કરવા માટેનું આગેવાનોએ આહ્વાન કર્યું હતું.

મોરબીમાં નવનિર્મિત ચેરીટી ભવનનું  લોકાર્પણ કર્યા બાદ મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, સરકારના જન સુખાકારીના વિઝન સાથે કામ કરી રહી છે અને સરકારી કચેરીમાં કામથી આવતી દરેક વ્યક્તિ હસતા ચહેરે પાછી જાય એ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર ગણાતા મોરબી જિલ્લામાં ૪.૫ હજારથી વધુ ટ્રસ્ટ આવેલ છે જે ગર્વની વાત છે, ત્યારે આ તમામ ટ્રસ્ટ ૧૦૦-૧૦૦ વૃક્ષ વાવે અને તેનું જતન કરે તેવો તેમણે અનુરોધ પણ કર્યો હતો.

તો મંત્રી કાંતિલાલ અમૃતિયાએ કહ્યું હતું કે, મોરબીમાં પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ મોરબીમાં ૧૦ હજાર વૃક્ષો વાવવામાં આવ્યા છે અને હજુ વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તે સમયની માંગ છે. અને જીલ્લામાં તમામ ટ્રસ્ટ નિષ્ઠાવાન બની કામગીરી કરે તેવો અનુરોધ કર્યો હતો. જયારે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાએ સરકારની કલ્યાણ રાજની ભાવનાને હેતુસભર બનાવવામાં સ્વૈચ્છિક સંસ્થાઓ માટેનું આ ભવન મહત્વનું બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે નવા ટ્રસ્ટને ટ્રસ્ટ નોંધણી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉદ્ઘાટન પ્રસંગે સંતો મહંતો ખાસ હાજર રહ્યા હતા તે ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, મેજીભાઈ ચાવડા, કાયદા સચિવ ઉપેન્દ્ર ભટ્ટ, કલેકટર કે.બી.ઝવેરી, અમદાવાદ સંયુક્ત ચેરિટી કમિશ્નર યોગીની સિમ્પી, રાજકોટ સંયુક્ત ચેરિટી કમિશ્નર ચિરાગ જોશી સહિતના હાજર રહ્યા હતા.






Latest News