મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટ શેરી નં. 4 માં 20 જેટલા ગેરકાયદેસર બાંધકામો મનપાએ તોડી પાડ્યા


SHARE







મોરબીના લાતી પ્લોટ શેરી નં. 4 માં 20 જેટલા ગેરકાયદેસર બાંધકામો મનપાએ તોડી પાડ્યા

મોરબીમાં લાતી પ્લોટ શેરી નંબર 4 માં રસ્તા ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે આજે મહાપાલિકાની ટીમ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારે 20 જેટલા પાકા બાંધકામો ઉપર બુલડોઝર ફેરવીને તે દબાણોને દૂર કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને સ્ટ્રોંમ વોટર તથા ગટર લાઈનનું કામ મંજુર થયું છે તે કામ કરવા માટે થઈને આ ગેરકાયદેસર દબાણો હતા તેને તોડી પાડવામાં આવ્યો હતો.

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારની અંદર સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા કાચા પાકા ગેરકાયદેસર બાંધકામોને તોડવા માટેની કામગીરી મહાપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે તેવામાં આજે મહાપાલિકાની ટીમ મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં પહોંચી હતી અને ત્યાં લાતો પ્લોટ શેરી નં.4 માં કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો ઉપર સરકારી બુલડોઝર ફેરવીને 20 જેટલા પાકા બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા આ અંગે વધુમાં માહિતી આપતાં મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, લાતી પ્લોટ વિસ્તારમાં ગટર લાઈન અને સ્ટ્રોમ વોટરની લાઈન પાથરવા માટેનું કામ મંજુર થયું છે અને તે કામમાં નડતરરૂપ થતા દબાણને તોડી પાડવા માટેની આજે કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે લાતી પ્લોટના તમામ રસ્તા સરેરાશ 9 મીટર પહોળા છે જોકે શેરી નંબર 4 માં માત્ર 5 મીટર પહોળો રસ્તો હતો જેથી કરીને રોડની બંને સાઈડમાં કરવામાં આવેલ તમામ દબાણને તોડી પાડીને રસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે




Latest News