મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે વાડામાંથી 106 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ: રાજસ્થાની સપ્લાયરની શોધખોળ


SHARE







મોરબીના રાજપર રોડે વાડામાંથી 106 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ: રાજસ્થાની સપ્લાયરની શોધખોળ

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ પટેલ સમાજ વાડી સામે વાડામાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂ 106 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,17,342 નો દારૂનો જથ્થો કબ્જે કરીને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીગમા હતા ત્યારે હિતેષભાઇ ચાવડા તથા રવીભાઇ ચૌધરીને બાતમી મળેલ હતી કે, રાજપર રોડ પટેલ સમાજ વાડી સામે પીન્ટુ ઉર્ફે કાનો રમેશભાઇ ખાંભલાના કબ્જા ભોગવટા વાળા વાડામા દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે જેથી કરીને પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર વાડામા આરોપી હાજર મળી આવ્યો હતો અને ત્યાંથી દારૂની કુલ 106 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,17,342 નો દારૂ કબ્જે કરીને આરોપી પીંટુભાઇ ઉર્ફે કાનો રમેશભાઇ ખાંભલા (29) રહે. રાજપર રોડ પટેલ સમાજ વાડી સામે શનાળા મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને તેની પૂછપરછમાં માલ મોકલનાર તરીકે દેવેન્દ્રસિંહ પ્રતાપસિંહ રહે. બિયાવર, રાજસ્થાન વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. આ કામગીરી પીઆઇ આર.એસ.પટેલની સૂચના મુજબ પીએસઆઈ જે.સી.ગોહિલ તેમજ એસ.વી.દાફડા, કે.એમ.મિયાત્રા, વિજયદાન ગઢવી, હિતેષભાઇ ચાવડા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, રવિભાઇ પટેલ, અશ્વિનસિંહ સુરનાઓએ કરી હતી.






Latest News