મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

થાનથી ફ્રેકચરનો પાટો બદલવા મિત્ર સાથે વાંકનેર આવતા યુવાનના બાઈકને ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા અકસ્માત


SHARE













થાનથી ફ્રેકચરનો પાટો બદલવા મિત્ર સાથે વાંકનેર આવતા યુવાનના બાઈકને ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા અકસ્માત

થાન વાંકાનેર રોડ ઉપર આવેલ કાછિયાગાળા ગામ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઇકને ટ્રેકટર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બંને યુવાનોને શરીરે ગંભીર ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવમાં ઇજા પામેલા યુવાને સારવાર બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

થાનમાં નવાવાસ આંબેડકરનગર-4 વિટકો પોટરી ખાતે રહેતા અને મજૂરી કામ કરતા રસિકભાઈ દેવાભાઈ દેગડા (37)એ ટ્રેક્ટર નંબર જીજે 36 એલ 8864 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કેતેઓને જમણા પગમાં ફ્રેક્ચર થયેલ હોય પાટો બદલાવા માટે ફરિયાદના બાઇક ઉપર તેના મિત્ર કમલેશભાઈ સાથે વાંકાનેર તરફ આવી રહ્યા હતા દરમિયાન કાછિયાગાળા ગામ નજીક તેઓના બાઈક નંબર જીજે 13 એઇ 1675 ને ટ્રેકરના ચાલકે હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીને માથા, છાતી તથા ડાબા પગના ઢીંચણના ભાગે ગંભીર ઇજા થઈ હતી જો કે, તેના મિત્ર કમલેશભાઈને બંને હાથ, છાતી અને ડાબા પગમાં ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવાન સારવારમાં

મોરબીમાં શક્તિ ચેમ્બરની પાછળના ભાગમાં આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતા નવીનભાઈ વજાભાઈ બારોટ (35) નામનો યુવાન લધીરપુર રોડ પર દરિયાલાલ પ્લાઝા પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે રીક્ષા પલટી મારી જવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News