મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા ગામે ઘરમાંથી પ્રતિબંધિત 48 ચાઈનીઝ ફીરકીઓ મળી, આરોપીની શોધખોળ


SHARE











હળવદના કવાડિયા ગામે ઘરમાંથી પ્રતિબંધિત 48 ચાઈનીઝ ફીરકીઓ મળીઆરોપીની શોધખોળ

મકરસંક્રાંતિ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે થઈને ચાઈનીઝ દોરીના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકતા જાહેરમાં પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે તેમ છતાં પણ ઘણી જગ્યાએ ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોય તેવું અગાઉ સામે આવ્યું છે તેવામાં હળવદના કવાડિયા ગામે રહેતા શખ્સનાં ઘરની અંદર પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રતિબંધિત 48 ચાઈનીઝ ફીરકીઓ મળી આવી હતી જેથી 19,200 ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો જો કે, આરોપી હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કવાડિયા ગામે રહેતા વિપુલભાઈ કોળી નામના રહેણાંક મકાનની અંદર પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકીનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર ઘરમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ 48 ફીરકીઓ મળી આવી હતી જેથી કરીને પોલીસે 19,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિપુલભાઈ ઘનશ્યામભાઈ કોળી રહે. કવાડિયા તાલુકો હળવદ વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

1200 લિટર આથો

માળીયા મીયાણાની માલાણી શેરીમાં રહેતા ફારુક દિલાવર જેડાના કબજા વાળા મકાનની ઓરડીમાં સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1200 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 30 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી હનીફભાઈ અબ્બાસભાઈ ભટ્ટી (25) રહે. કાજરડા તાલુકો માળીયા વાળો મળી આવ્યો હતો જો કેફારુકભાઈ દિલાવરભાઇ જેડા રહે. જેડાવાસ માળિયા વાળો હાજર ન હોવાથી હાલમાં બંને શખ્સોની સામે ગુનો નોંધીને આરોપી ફારુકભાઈ જેડાને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.






Latest News