મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના જીકિયારી ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના જીકિયારી ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબીના જિકિયારી ગામે રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ દરમિયાન તેનું મોત નીપજયું હતુ જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જિકિયારી ગામે રહેતા શેરૂભાઈ કૈલાશભાઈ અજનારીયા (30) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગત તા. 8/12 ના રોજ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે સવારે 10:30 વાગ્યાના અરસામાં તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ એલ.આર.ચૌહાણ ચલાવી રહ્યા છે અને મૃતક યુવાને કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભડિયાદ કાંટા પાસે આવેલ જવાર સોસાયટીમાં રહેતા મહેશભાઈ ભાણજીભાઈ ડાભી (40નામના યુવાનોનું મેલડી માતાજીના મંદિર પાસે પાછળથી કોઈ અજાણ્યા શખ્સે ગળુ દબાવી દેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર નળિયાના કારખાનામાં રહેતા દિનેશભાઈ બાબુભાઈ ભોજવિયા (42) નામનો યુવાન ટિંબડી પાટિયા પાસેથી બાઇક લઈને જતો હતો ત્યારે બાઇક આડે કૂતરૂ આવ્યું હતું જેથી બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં જા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News