ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટીબરાર ગામની મોડેલ સ્કૂલના બે વિદ્યાર્થીનીઓનો પ્રદેશ કક્ષાના કલા મહાકુંભમાં ડંકો


SHARE











માળીયા (મી)ના મોટીબરાર ગામની મોડેલ સ્કૂલના બે વિદ્યાર્થીનીઓનો પ્રદેશ કક્ષાના કલા મહાકુંભમાં ડંકો

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખેડા (નડિયાદ) દ્વારા શ્રી સંતરામ ઇંગ્લીશ મિડીયમ સ્કુલ શ્રી સંતરામ મંદિર, નડિયાદ ખાતે તાજેતરમાં મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ મોડેલ સ્કૂલ- મોટીબરારની બે વિદ્યાર્થીની કાનગડ તેજસ્વી (વકૃત્વ સ્પર્ધા) તેમજ ડાંગર કાજોલ (એક પાત્રીય અભિનય) સમગ્ર મોરબી જિલ્લાના પ્રતિનિધિત્વ સાથે આ કલા મહાકુંભ સ્પર્ધામાં સહભાગી બન્યા હતા. જે અંતર્ગત મોડેલ સ્કૂલ- મોટીબરારની વિદ્યાર્થીની કાનગડ તેજસ્વીબેન મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ વકૃત્વ સ્પર્ધામાં સહભાગી બનેલ તમામ જિલ્લાના સ્પર્ધકોમાંથી મોરબી જિલ્લાના પ્રતિનિધિત્વ સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને શાળા પરિવાર તેમજ મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે. જેથી શાળાના આચાર્ય બી.એન.વિડજા દ્વારા વિજેતા વિદ્યાર્થીનીઓને રાજ્ય કક્ષાએ પણ પોતાની શ્રેષ્ઠ અભિવ્યક્તિ કરે તે અંગે માર્ગદર્શિત કરી વિજેતા વિદ્યાર્થી તેમજ માર્ગદર્શિત તમામ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી.






Latest News