મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના ઋષભનગરમાં સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE







મોરબીના ઋષભનગરમાં સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીમાં સમગ્ર જ્ઞાતિઓના પિતૃઓના મોક્ષાર્થે સામાકાંઠે આવેલ ઋષભનગરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં ભગવાન શ્રીકૃષ્ણચંદ્રના ચરિત્રો, ગુણો અને મહિમાઓના ગુણાનુવાદ સાથે શાસ્ત્રોનો લાભ લેવા માટે આયોજકોએ નગરજનોને આમંત્રણ આપ્યું છે.

મોરબીમાં આવેલ ઋષભનગરમાં ચબૂતરા પાસે (ગરબી ચોકમાં)  કથા તા 24/12 થી શરૂ થશે અને તા 31/12 ના રોજ તેનો વિરામ થશે. અને કથાનો સમય દરરોજ બપોરે 2 થી 6 વાગ્યા સુધી રહેશે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, આ કથાના વક્તા તરીકે ભાગવતાચાર્ય શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવે વ્યાસાસનેથી શ્રોતાઓને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ કથા દરમિયાન પોથી યાત્રા, ભાગવતજી માહાત્મ્ય, કપિલ પ્રાગટ્ય, નૂર્સિંહ જન્મ, વામન જન્મ, શ્રી રામ જન્મ ,શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન લીલા, શ્રી કૃષ્ણ- રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર,પરીક્ષિત મોક્ષ જેવા વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે અને કથા દરમિયાન કોઈપણ યજમાનોએ પોતાના પિતૃઓના ફોટા રાખી પિતૃઓનું પૂજન, ભાગવતજી પૂજન તેમજ કથામાં આવતા ઉત્સવોના પ્રસંગોમાં લાભ લેવા ઇચ્છતા યજમાનોએ શાસ્ત્રીજી (8000911444) નો સંપર્ક કરવા જણાવ્યુ છે અને આ કથાનું આયોજઋષભનગર, મહાવીરનગર, નીલકંઠ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, ધર્મ સિદ્ધિ સોસાયટીના તમામ મહિલા મંડળ  દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ કથાનો લાભ લેવા આયોજકોએ ભાવિક ભકતોને આમંત્રણ આપ્યું છે.






Latest News