મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી–માળિયા તાલુકાની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ટીમનું સ્નેહ મિલન યોજાયું


SHARE







મોરબીમાળિયા તાલુકાની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ટીમનું સ્નેહ મિલન યોજાયું

સમાજનો સાથ એજ સમાજનો વિકાસના સૂત્ર સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબીમાળિયા તાલુકા દ્વારા નવ નિયુક્ત ગામ સમિતિના હોદેદારોનો ભવ્ય સત્કાર સમારોહ અને સાથે સ્નેહમિલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા.

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તથા ઠાકોર સમાજને વધુ એક્ટિવ અને સંગઠિત બનાવવા માટે જુદાજુદા સેંટરોમાં કાર્યક્રમો યોજાઇ રહ્યા છે તેવામાં ગુજરાત ચુવાળીયા ઠાકોર સમાજના જાગૃતિ અભિયાનને આગળ ધપાવતા અલ્પેશજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ આગામી તા 26 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે રાત્રે 3 વાગ્યે યોજાનારા મહાસંમેલન અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવા માટે મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ ટિંબાવાળી મેલડી માતાજીનાં મંદિરે કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે મોરબીમાળિયા તાલુકાના નવ નિયુક્ત ગામ સમિતિના હોદેદારોનો સત્કાર સમારોહ અને સ્નેહમિલન પણ યોજાયું હતું આ કાર્યક્રમ દરમિયાન નવા હોદેદારોને તેમની જવાબદારીઓ સોંપવામાં આવી હતી અને સંગઠન દ્વારા આગામી સમયમાં સમાજમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટેના આયોજનો કરવા માટેનો સંકલ્પ કરવામાં આવેલ હતો. આ કાર્યક્ર્મના મુખ્ય આયોજકો જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ સુરેલા, મોરબી તાલુકાનાં પ્રમુખ જીતેશભાઈ પરમારમ શહેરના પ્રમુખ યોગેશભાઈ ઉઘરેજા તેમજ વિજયભાઈ દેગામા, અમિતભાઈ ભીમાણી, મનીષભાઈ ઠાકોર, ભરતભાઈ પરમાર, ભરતભાઈ સરવૈયા વિગેરે હતા. 






Latest News