મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

દિલ્હીની કંપનીને મોરબીના જીયા કોર્પોરેશનને ૨૫ લાખ રૂપિયા ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE







દિલ્હીની કંપનીને મોરબીના જીયા કોર્પોરેશનને ૨૫ લાખ રૂપિયા ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબી શહેર/ જીલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ દ્રારા દિલ્હીની ઇંદીરા ગેસ એન્ડ પેટ્રોલ લી. કંપની પાસેથી જીયા કોર્પોરેશનના પ્રોપરાઈટર પાર્થકુમાર દિનેશભાઈ ફુલતરીયાને ૨૫ લાખ ૯ ટકાના વ્યાજ સાથે અને ૧૦ હજાર ખર્ચના સાથે ચુકવવા ગ્રાહક અદાલતે આદેશ કર્યો છે.

કેસની વિગત એવી છે કે, ઇંદીરા ગેસ એન્ડ પેટ્રોલ કુ. દિલ્હીએ પાર્થકુમાર ફુલતરીયા પાસેથી ગેસ વ્યવસ્થીત આપવા શરતે ૨૫ લાખ ડીપોઝીટ લીધેલી હતી અને કંપનીના કહેવા પ્રમાણે વેરહાઉસીંગ ઓફિસ માટેની સ્પેસ પ્રોપેન ગે સ્ટોરેજ સપ્લાઈ સીસ્ટમ, સીલીન્ડર અને પ્રેસર રેગ્યુલેટર પાઇપો સહીત વિવીધ સુવિઘાઓ કરેલ હતી અને કંપનીએ કહ્યું હતું કે, ભારતમાં અન્ય કંપની જે ભાવે ગેસ આપે છે તે ભાવે આપશુ. જેથી પાર્થભાઈએ ૨૫ લાખ ડીપોઝીટ ભરેલ એક વખત કંપનીએ ટેન્ડરભરી માલ આપ્યો પછી આપવાનો બંધ કરી દીધો કોઇ પણ કારણો બતાવ્યા વગર આ વહેવાર કરેલ અને વારંવાર રજુઆત કરતા માલ આપેલ નહી તેથી પાર્થભાઈએ પોતાની ડીપોઝીટ પરત માંગેલ હતી પરંતુ તે પણ આપી ન હતી જેથી તેઓએ મોરબી શહેર/ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ હતો અને કોર્ટે ગેસ કંપનની સેવામાં ખામી હોઈ કંપનીએ પાર્થ ફુલતરીયાને ૨૫ લાખ રૂપિયા ૯ ટકાના વ્યાજ સાથે અને ૧૦ હજાર ખર્ચના સાથે તા. ૨૯/૯/૨૦૨૫ થી ચુકાવાનો આદેશ આપેલ છે. તેવી માહિતી સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા, ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ અને મંત્રી રામભાઈ મહેતાએ જણાવ્યુ છે.






Latest News