મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં પકડાયેલ આરોપી કનૈયાલાલ દેત્રોજાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીમાં વૃદ્ધની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં પકડાયેલ આરોપી કનૈયાલાલ દેત્રોજાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના નવાગામ (લગધીરનગર) ના ખેડૂતની કિંમતી જમીન પચાવી પાડવા માટે થઈને કૌભાંડ કરવામાં આવ્યું હતું જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી. જે ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને તેને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી પોલીસે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

મોરબીના નવાગામના ખેડુત પ્રભુભાઈ નથુભાઈ દેત્રોજા (71) ની ગાંધીનગર જિલ્લાના કાલોલ તાલુકાનાં મોજે જાસપુર ગામ ના રેવન્યુ સર્વે  નંબર 252 અને 161 ની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવા ડો. કનૈયાલાલ સુદરજી દેત્રોજા, (એમ.ડી. GLDC) તથા તેનો દીકરો વિશ્વાસ દેત્રોજાગુરુકૃપા હોટલના ભાગીદાર ઉપેન્દ્ર ભાગવાનજી કસુંદ્રા તથા આર.ડી.સી. બેન્ક ગ્રામ્ય સાખા મોરબી મોરબીના કર્મચારીઓએ પૂર્વ આયોજિત સડયંત્ર કર્યુ હતુ અને બોગસ તેમજ બનાવટી ડૉક્યુમેન્ટને સાચા તરીકે રજૂ કરીને ખોટી સમજ આપીને પ્રભુભાઈ નથુભાઈ દેત્રોજાની જમીનના રેકર્ડમાં પોતાનું નામ દાખલ કર્યું હતું. તથા અવેજની રકમ 1.61 કરોડનું ટ્રાન્જેકશન દેખાડવા ખાતા ધારકની જાણ વિના બારોબાર બેન્ક કર્મચારીની મદદથી ચેકબુક મેળવી હતી અને ખાતા ધારકની ખોટી સહીઓ કરીને કરોડોની રકમનું આર.ટી.જી.એસ. ટ્રાજેક્સન કરી ગૂનો કર્યો હતો.

આ બનાવમાં કોર્ટના આદેશ પછી ગત ઓગસ્ટ મહિનામાં ભોગ બનેલા ખેડૂતની એ ડિવિઝનમાં ફરિયાદ લેવામાં આવેલ હતી. ગુનામાં એ ડિવિઝન પોલીસની ટીમે આરોપી કનૈયાલાલ સુંદરજીભાઈ દેત્રોજા (62) રહે. 404 રત્નમ રેસિદંસીઆનંદીકેતન સ્કૂલ પાસેસેટેલાઈટ અમદાવાદની ધરપકડ કરેલ હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી પોલીસે ગુનાના મૂળ સુધી જવા મળે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે તેમજ બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.






Latest News