મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા ગામના સ્મશાનમાં કોરોના કાળમાં મૃત્યું પામનાર દિવંગત આત્માઓના મોક્ષાર્થે પંચકુડી મહાયજ્ઞ યોજાયો


SHARE







ટંકારાના હડમતિયા ગામના સ્મશાનમાં કોરોના કાળમાં મૃત્યું પામનાર દિવંગત આત્માઓના મોક્ષાર્થે પંચકુડી મહાયજ્ઞ યોજાયો

મોરબી જીલ્લામા કોરોનામાં ઘણા લોકોએ તેના સ્વજનોને ગુમાવ્યા છે ત્યારે તે દિવંગત આત્માઓના મોક્ષાર્થે વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ દ્વારા પંચકુડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને જીલ્લામાં ટંકારાના હડમતિયા ગામના સ્મશાનથી આ યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે અને હડમતિયા ગામના મુક્તિધામમાં આજે વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ દ્વારા પંચકુડી મહાયજ્ઞ રાખવામા આવ્યો હતો જેમાં ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહયા હતા

ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં કોરોનાના કપરાં કાળમાં અનેક પરિવારે પોતાના વ્હાલા સ્વજનો ગુમાવ્યા છે. આવા અનેક ગામમાં કાળમુખા કોરોનાના કપરા કાળમાં હ્રદય હચમચાવી જાય તેવા કરુણાંતિકા દ્રશ્યો મરદ મુછાળાની પણ આંખો ભીંજવી જાય તેવા તાદાત્મ્ય બન્યા હતા ઘણા બધા પરિવારમા પુત્ર પોતાના પિતાને કાંધ નથી આપી શક્યા, તો ઘણીબધી માતાઓએ પોતાના વ્હાલસોયા પુત્રને છાતી સરસો નથી ચાંપી શકી, અનેક સુહાગન સ્ત્રીઓએ પોતાના સેંથાનુ સિંદુર ગુમાવ્યું છે, તો અનેક પુત્રએ માતાનો ખોળો ગુમાવ્યો છે, ઘણીબધી બહેનોએ કાંડે રાખડી બાંધનાર માડી જાયો ભાઈ ગુમાવ્યાનો અફસોસ ભારોભાર છે ત્યારે આવા દિવંગત આત્માઓના મોક્ષાર્થે હડમતીયાના મુક્તિધામનાં પટરાગણમાં આજે સવારે ૯ થી ૧૦.૩૦ સુધી વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ મોરબી દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને દિવંગતોના પરિવારજનોૐ ના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપી હતી અને પોતાના વ્હાલસોયા સ્વજનોને ફરી એક્વાર યાદ કરી આંખોની પાંપણ ભીંજવીને યાદ કર્યા હતા આ પંચકુડી યજ્ઞ પ્રસંગે હડમતિયા મુક્તિધામ સમિતિના સેવાભાવિ સદસ્યો, વૈદિક પ્રચાર સમિતિના આર.જી. બાવરવા તેમજ તેમની ટીમ, ગામના વડીલ આગેવાનો અને ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા






Latest News