મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ માટે ગુરૂવારે કાર્યક્રમ યોજાશે


SHARE







મોરબીમાં લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ માટે ગુરૂવારે કાર્યક્રમ યોજાશે

દેશના સૌથી લોકપ્રીય અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થયેલ છે જેથી તેમના કરોડો ચાહકો શોકમગ્ન થયા છે.ત્યારે ધર્મેન્દ્રને તેના ચાહકો અલગ-અલગ રીતે શ્રધ્ધાંજલી આપી રહ્યા છે.જેમાં મોરબીમાં ગીત સંગીત કાર્યક્રમ દ્વારા સંગીતપ્રેમી અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.


જાણવા મળતી માહિતી મુજબ અહીંના લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ-મોરબી દ્વારા સ્વ.ધર્મેન્દ્રજીને શ્રદ્ધાંજલિ આપવા માટે આગામી તા. ૨૭-૧૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે મહાવીર સોસાયટીના સાર્વજનિક મેદાન નવા બસ સ્ટેશનની સામેની શનાળા રોડેથી રવાપર રોડ જતી શેરી મોરબી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.ધર્મેન્દ્રજીના ચાહક એવા ડો.બી.કે.લહેરૂ તથા મોરબીની સમગ્ર જનતા તરફથી શ્રદ્ધાંજલિ આપવા આ ગીત-સંગીત કાર્યક્રમ યોજાશે.જેમાં ધર્મેન્દ્રજીની સ્મૃતિમાં તેમની ફિલ્મોના ગીત મોરબીના જાણીતા નૌશાદ મીર અને સુરસંગમ તથા વિક્ટર મેલોડી દ્વારા રજુ કરવામાં આવશે.




Latest News