મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ટંકારા વિધાનસભા વિસ્તારમાં માજી મંત્રી અને ધારાસભ્યની હાજરીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે એકતા યાત્રા યોજાઈ


SHARE







ટંકારા વિધાનસભા વિસ્તારમાં માજી મંત્રી અને ધારાસભ્યની હાજરીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે એકતા યાત્રા યોજાઈ


સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા વિસ્તારમાં આજે દેશના માજી મંત્રી, ધારાસભ્ય સહિતનાઓની હાજરીમાં એકતા યાત્રા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો તથા શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને આ યાત્રા નીકળી ત્યારે જય સરદારના નારા સાથે ટંકારાના માર્ગો ગુંજી ઉઠ્યા હતા.

દેશની એકતા અને અખંડતા માટે જેમણે ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને સમગ્ર દેશની અંદર જેને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર દેશની અંદર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં આવતા ટંકારા વિધાનસભા વિસ્તારમાં આજે એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માજી કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, ભવાનભાઈ ભાગિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસર, અરવિંદભાઈ વાંસદડિયા, કિરીટભાઇ અંદરપા, મહેશભાઈ લિખિયા, અશોકભાઈ ચાવડા  સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ટંકારા આર્ય સમાજ ભવન ખાતે હાજર રહ્યા હતા અને ત્યાંથી એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને જબલપુર થઈને હરબટીયાળી ખાતે આ એકતા યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી જેમાં ટંકારા પડધરી વિસ્તારના નગરજનો ઉપરાંત જુદી-જુદી શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને જય સરદારના નારા સાથે આ એકતા યાત્રા ટંકારાના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ હતી. ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવનમાંથી લોકો પ્રેરણા મેળવે અને દેશની એકતા અને અખંડિતતા માટે વધુમાં વધુ યોગદાન આપે તેવી ભાવના આગેવાનોએ વ્યક્ત કરી હતી.






Latest News