મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાએ કોઈ કારણોસર અંતિમ પગલું ભર્યું: વાંકાનેરના વૃદ્ધાને મોરબીમાં છાતીમાં  દુખાવા બાદ મોત


SHARE







મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાએ કોઈ કારણોસર અંતિમ પગલું ભર્યું: વાંકાનેરના વૃદ્ધાને મોરબીમાં છાતીમાં  દુખાવા બાદ મોત

મોરબીના બંધુનગર ગામ પાસે આવેલ સોનસેરા સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતી મહિલાએ કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લઈને રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળ ઓરિસ્સાના બાલેશ્વર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બંધુનગર પાસે આવેલ સોનસેરા સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા રંજનબેન હરિહર પાતરા (20) નામની મહિલાએ કોઈપણ કારણોસર પોતે પોતાના રૂમને અંદરથી બંધ કરી લીધો હતો અને ત્યારબાદ પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યાં જેથી તે મહિલાના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ભાવેશભાઈ મોહનભાઈ જીવાણી રહે. ઘુડા રોડ ઉમિયાનગર સોસાયટી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક મહિલાએ કયા કારણોસર પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

વૃદ્ધાનું મોત

વાંકાનેરના રહેવાસી તારાબેન નંદલાલ ગોહેલ (66) નામના મહિલા ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે હતા ત્યારે ત્યાં તેને છાતીમાં દુખાવો પડ્યો હતો અને તે તેના સગાના ઘરે જતા બેભાન થઈ ગયા હતા. જેથી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તેને લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News