મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના રફાળીયા રોડ પરથી ઈજાગ્રસ્ત મળેલ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ


SHARE







મોરબીના રફાળીયા રોડ પરથી ઈજાગ્રસ્ત મળેલ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ

 

મોરબીના રફાળીયા રોડ પરથી ઈજાગ્રસ્ત મળેલ ચંદ્રકુમાર ચૌધરીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તેઓ બાઈક પર કારખાનેથી ઘરે જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. અજાણ્યું વાહન ઠોકરે લઈ ફરાર થઈ ગયું કે પછી બાઈક સ્લીપ થયું? તે અંગે પોલીસ તપાસ કરશે.

મળતી માહિતી મુજબ, ચંદ્રકુમાર મદનલાલ ચૌધરી (ઉંમર વર્ષ 40, રહે.ચોરડી ગામ, જિલ્લો મોરબી) ગત તા.28ના રાત્રે 9:30 વાગ્યાં આસપાસ પોતે નજર બાગ રેલવે સ્ટેશન પાસે રફાળીયા રોડ પરથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલ. તેને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ બેભાન હાલતમાં રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવેલ. અહીં તા.30 ના રોજ રાત્રે તેનું મોત નીપજ્યું હતું.પરિવારજનોએ જણાવ્યું કે, મૃતક ચંદ્રકુમાર કારખાનમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા, નોકરી પતાવી બાઈક ઘરે આવતા હતા ત્યારે બનાવ બન્યો હતો. તેઓ મૂળ બિહારના વતની હતા. તેમને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે, તેઓ પોતે 2 ભાઈ 2 બહેનમાં મોટા હતા. બનાવ બાઈક સ્લીપ થવાનો છે કે, કોઈ અજાણ્યા વાહનની ઠોકરે અકસ્માત થયો છે? તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે




Latest News