મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ડૉ.માનલ ગઢવીએ GPSCની ક્લાસ-વનની સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવી ઝળહળતી સફળતા


SHARE







મોરબીના ડૉ.માનલ ગઢવીએ GPSCની ક્લાસ-વનની સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવી ઝળહળતી સફળતા

મોરબીમાં રહેતા નિવૃત પોલીસ કર્મચારીની દીકરી ડો. માનલ ગઢવીએ તાજેતરમાં લેવામાં આવેલ GPSCની ક્લાસ-વનની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે. અને તેમણે ફિઝિશિયન સ્પેશિયાલિસ્ટ (જનરલ મેડિસિન) વિભાગની પરીક્ષામાં મહિલા કેટેગરીમાં પ્રથમ અને ઓપન કેટેગરીમાં ચોથું સ્થાન ઈસલ કર્યું છે.

મોરબીમાં વર્ષો સુધી પોલીસ વિભાગના ફરજ બજાવીને નિવૃત થયેલ દિનેશભાઈ ગઢવીની દીકરી ડો. માનલ ગઢવીએ પ્રાથમિક શિક્ષણ મોરબીની સેન્ટ મેરી સ્કૂલમાં મેળવ્યું હતું અને ત્યાર બાદ ધો. 12 નો અભ્યાસ રાજકોટની મોદી સ્કૂલમાં કર્યો હતો. અને NEET પરીક્ષા પાસ કરીને રાજકોટની પીડીયુ સરકારી મેડિકલ કોલેજમાંથી MBBS નો અભ્યાસ કર્યો હતો અને બીજા વર્ષે ગોલ્ડ મેડલ  મેળવ્યો હતો. અને માસ્ટર ડિગ્રી (જનરલ મેડિસિન)નો અભ્યાસ અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પૂર્ણ કર્યો હતો. અને ઉચ્ચ મેડિકલ અભ્યાસ અને તાલીમ બાદ, ડો. માનલ ગઢવીએ GPSC દ્વારા લેવાયેલ પ્રતિષ્ઠિત પરીક્ષા આપી હતી અને તેમાં ઝળહળતી સફળતા મેળવી છે અને ગઢવી પરિવારનું અને સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે.




Latest News