મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી ગુમ થયેલ ત્રણમાંથી બે સગીરાઓ મળી આવી.! એક અંગે અપહરણની ફરીયાદ નોંધાય


SHARE







મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી ગુમ થયેલ ત્રણમાંથી બે સગીરાઓ મળી આવી.! એક અંગે અપહરણની ફરીયાદ નોંધાય

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલય ખાતે રાખવામાં આવેલ ત્રણ સગીરાઓ ગઇકાલે વહેલી સવારે કોઈને કશું કહ્યા વગર નીકળી ગઇ હોય તેને શોધવા માટે તે સંસ્થાના સંચાલક દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને સગીરાઓનો કોઇ જગ્યાએથી પત્તો ન લાગતાં મોરબી જિલ્લાના પોલીસને જાણ કરવામાં આવી છે જેથી ગણતરીના કલાકોમાં જ સીટી બી ડિવિજન  પોલીસે સગીરાઓને શોધવા માટે કવાયત કરતા ત્રણ પૈકી બે સગીરાઓ તેમના ઘરેથી જ મળી આવી હતી..! અને એક સગીરા હજુ મળી ન હોય તે અંગે સમાજ કલ્યાણ અધીકારી દ્રારા બી ડિવિજન ખાતે અપહરણની ફરીયાદ નોંધાવાતા પોલીસે શોધખોળ શરૂ કરેલ છે.

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી અપ્હત સગીરાઓને અહીંના સામાકાંઠે આવેલા શોભેશ્વર રોડ ખાતેના વિકાસ વિદ્યયાલયમાં રાખવામાં આવી હતી.જે પૈૈકી ત્રણ સગીરાઓ ગઇકાલે વહેલી સવારે વિકાસ વિદ્યાલય ખાતેથી કોઈને કશું કહ્યા વગર નીકળી ગઇ હતી..! જેથી સંસ્થાના સંસ્થાના સંચાલકો દ્વારા શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.જોકે એવી પણ માહિતી પણ મળી હતી કે સગીરાઓને પોતાના વાલી પાસે જવું હતુ પરંતુ તેના વાલીઓ લઈ જતા ન હોય..! વહેલી સવારે ત્રણ સગીરાઓ કહ્યા વગર વિકાસ વિદ્યાલય ખાતેથી નીકળી ગયેલ.અત્રે નોંધનીય છે કે જ્યારે આ અપહરણના બનાવ બન્યા ત્યારે સગીરાઓ તેઓના પરિવારજનો પાસે જવા માંગતી ન હતી અને બાદમાં પરિવાર પાસે જવા માંગતી હતી ત્યારે પરિવાર તેને સ્વીકારવા માટે તૈયાર ન હતો..! માટે આ કિસ્સો ક્ષણિક આવેગમાં આવીને અજુગતા પગલા ભરી બેસતાં યુવાધન માટે લાલબત્તી સમાન છે કે જો તમે સમાજની રીત રસમોથી પર થઈને કોઈ પગલું ભરશો તો ખુદ તમારો પરિવાર પણ તમને નહીં સ્વીકારે.

બનાવની જાણ થતા જ બી ડિવિજન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતાં ગુમ થયેલી ત્રણ સગીરાઓ પૈકી બે સગીરાઓ તેમના ઘરેથી જ મળી આવી હતી.જેથી તેમનો કબ્જો લઇને પુન: સંસ્થા ખાતે મૂકવામાં આવી હતી જોકે હજુ સુધી ગુમ થયેલી એક સગીરાને ભાળ મળી ન હોય તે અંગે સમાજ કલ્યાણ વિભાગના સુપ્રિટેન્ડન્ટ નિરાલીબેન જે.જાવીયા હાલ રહે.ન્યુએરા પ્લે હાઉસ સામે સૂર્યકિર્તિ સોસાયટી મોરબી-૨ મૂળ રહે. રાજકોટ દોશી હોસ્પિટલ પાછળ અંકુર વિદ્યાલય નજીક વાળાઓએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ગુમ થયેલ સગીરાના અપરણ સંદર્ભે ફરિયાદ નોંધાવી હોય હાલમાં બી ડિવિઝન પીઆઈ વી.એલ.પટેલ દ્વારા કલમ ૩૬૩ હેઠળ અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ત્રણ પૈકીની એક સગીર મળી આવેલ ન હોય તેની હાલ શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News