મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે કાલે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો સન્માન સમારોહ-ભૂદેવોનું સ્નેહમિલન યોજાશે: વનાળિયા ગામે જુદાજુદા બે નાટકનું આયોજન


SHARE







મોરબીના પરશુરામ ધામ ખાતે કાલે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો સન્માન સમારોહ-ભૂદેવોનું સ્નેહમિલન યોજાશે: વનાળિયા ગામે જુદાજુદા બે નાટકનું આયોજન

મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે કાલે સવારે બ્રહ્મ પરિવારો માટે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી તમામ ભૂદેવોને ત્યાં આવવા માટે મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ, મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજ અને મોરબી પરશુરામ ધામના પ્રમુખ સહિતના હોદેદારોએ આમંત્રણ આપ્યું છે.

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ડો.બી.કે.લહેરુ, મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ આર.કે ભટ્ટ અને મોરબી પરશુરામ ધામના પ્રમુખ હસુભાઈ પંડ્યાએ અખબારી યાદીમાં જણાવ્યુ છેકે, તા.22/10 ને બુધવારના રોજ સાંજે 5:30 કલાકે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ મોરબી ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ મોરબીના લોક લાડીલા ધારાસભ્ય રાજયના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સન્માનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા તમામ બ્રહ્મ પરિવારના લોકોને આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોરબીના વનાળિયા ગામે નાટક

મોરબીના વનાળીયા ગામે શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને જૂનાગઢનો ઇતિહાસ રા'નવઘણ તેમજ લોકોને પેટ પકડીને હસાવતું કોમીક નાટક કણી ગાંડીનો જહલો જમાઈ આગામી તા 26/10 ને રવિવારે રાતે 9:00 કલાકે ગામમાં આવેલ રામજી મંદિરના ચોકમાં રજૂ કરવામાં આવશે તેનો લાભ લેવા માટે ગામના તમામ લોકોને શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News