મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રહેતા પરિવારની યુવતીને દિવાળી ઉપર વતનમાં જવાની માતાએ ના પડતાં અનંતની વાટ પકડી


SHARE







વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રહેતા પરિવારની યુવતીને દિવાળી ઉપર વતનમાં જવાની માતાએ ના પડતાં અનંતની વાટ પકડી

વાંકાનેરના માટેલ ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની દીકરીને દિવાળીના પર્વ ઉપર પોતાના વતનમાં જાવું હતું જો કે, તે યુવતીની માતાએ આ વર્ષે દિવાળીમાં વતનમાં જવું નથી તેવું કહ્યું હતું જેથી યુવતીને મનોમન લાગી આવતા તે ઘણા દિવસોથી સૂનમૂન રહેતી હતી દરમિયાન તેની માતા કવાર્ટરની બાહર જતાં યુવતીએ પોતાની જાતે પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એસ્કોન સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ચંદ્રપ્રસાદ રાજપુતની 20 વર્ષની દીકરી શિવાનીદેવીએ લેબર ક્વાર્ટરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવતીને દિવાળીના તહેવાર ઉપર પોતાના વતનમાં જવું હતું પરંતુ તેના માતાએ આપણે આ વર્ષે દિવાળી કરવા નથી જવું તેવું યુવતીને કહ્યું હતું જેથી તેને મનોમન લાગી આવ્યું હતું અને છેલ્લા દસેક દિવસથી તે સુનમૂન રહેતી હતી અને બે દિવસથી કામ પર પણ ગયેલ ન હતી તેવામાં તે યુવતીએ તેની માતા રૂમની બહાર જતા રૂમની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News