મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પ્રેમલગ્ન કરનાર મહિલાને પતિ સાથે વાંધો પડતાં દીકરીને લઈને જતી રહી: સાસુ-સાળા ઉપર યુવાને કર્યો છરી વડે હુમલો


SHARE







વાંકાનેરમાં પ્રેમલગ્ન કરનાર મહિલાને પતિ સાથે વાંધો પડતાં દીકરીને લઈને જતી રહી: સાસુ-સાળા ઉપર યુવાને કર્યો છરી વડે હુમલો

વાંકાનેરના નવાપરા ખડીપરા મચ્છુ નદીના કાંઠે રહેતા વૃદ્ધાની દીકરીએ પ્રેમલગ્ન કર્યા હતા અને તેના પતિ સાથે તેને વાંધો પડતાં વૃદ્ધાની દીકરી તેની છ મહિનાની દીકરીને લઈને જતી રહી છે જેથી કરીને પ્રેમલગ્ન કરનાર યુવાન શખ્સ છરી સાથે વૃદ્ધના ઘરે આવેલ હતો અને મારી દીકરી કયા છે તેવું વૃદ્ધને પૂછ્યું હતું. ત્યારે વૃદ્ધાએ કહ્યું હતું કે તમારી દીકરી અહીંયા નથી જેથી ઉસકેરાઈ ગયેલા શખ્સે ઘરના દરવાજામાં પાટુ મારીને નકૂચો તોડી નાખ્યો હતો અને ઘરમાં પ્રવેશ કરીને તેના સાસુ ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને આટલું જ નહીં વૃદ્ધના દીકરા અને પુત્રવધૂને પણ છરીના ઘા મારીને ઇજા કરીને હતી અને ઢિકાપાટુનો માર મારીને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધાએ સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા ખડીપરા મચ્છુ નદીના કાંઠે રહેતા માણેકબેન વેરશીભાઈ મીઠાપરા (65)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ અનવર ઉર્ફે જુમ્મો કાળુભાઈ શેખ રહે. ચંદ્રપુરના નાલા પાસે વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓની દીકરી ભારતીએ આરોપી સાથે પ્રેમલગ્ન કરેલ છે અને પતિ પત્નીને વાંધો પડતાં તેઓની દીકરી ભરતિબેન તેની નાની છ મહિનાની દીકરીને સાથે લઈને જતાં રહ્યા છે જેથી આરોપી છરી સાથે તેઓના ઘરે આવેલ હતો અને દરવાજો બંધ હોવાથી ખખડાવ્યો હતો જેથીઓ વૃદ્ધાએ પૂછ્યું હતું કે, કોણ ? જેથી હું જુમ્મો છું મારી દીકરી કયા છે તેવું કહ્યું હતું ત્યારે ફરિયાદીએ કહ્યું હતું કે તમારી દીકરી અહીંયા નથી જેથી ઉશ્કેરાઈ ગયેલ શખ્સે ફરિયાદીના ઘરના દરવાજામાં પાટા મારીને નકૂચો તોડી નાખ્યો હતો અને ફરિયાદી તથા તેના દીકરા વનરાજ અને પુત્રવધૂ મધુબેનને છરી વડે આડેધડ ઘા મારીને શરીરે ઇજા કરી હતી તથા નીચે પછાડી દઈને છાતી અને શરીરના ભાગે ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ વૃદ્ધાએ સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News