મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં સ્વ. કમુબેન જેસંગભાઈ મકવાણાની 36મી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેમના પરિવારજનોએ સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરવા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. અને મોરબી સિવિલ હોસ્પિટલના સહયોગથી વાવડી રોડ પર આવેલી રામકૃપા પેટ્રોલિયમ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 131 જેટલી રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી. આ તકે જૈન મારાજ સાહેબ પંથક મુની તેમજ રાજકીય અગ્રણીમાં પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંઝારિયા, પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલકજી ડો.જયંતિભાઈ ભાડેસિઆ, સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયા, તથા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આ કેમ્પના આયોજક વિક્રમભાઈ જેસંગભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, કોઈ દર્દીને રક્તના અભાવે મુશ્કેલી ન પડે તે હેતુસર રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.






Latest News