મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી


SHARE







વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી

વાંકાનેરમાં નદી પર પુલના પડતર પ્રશ્ર્ન બાબતે વાંકાનેર પાલીકાના વહિવટદાર સમયમાં વાંકાનેર રાજવી કેસરીદેવસિંહ ઝાલા તેમજ શહેર ભાજપ સંગઠન દ્રારા રજુઆત કરવામાં આવેલ હતી. અને ઘણા લાંબા સમય બાદ આ પુલ અંગે કોઈપણ કાર્યવાહી ન થતા વાંકાનેર રાજવી અને હાલના રાજયસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્રારા શહેરી વિકાસ વિભાગમાં રજુઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને મચ્છુ નદીના પુલની મ્યુનિસિપલ કમિશ્ર્નર જાનીભાઈ દ્રારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને વાંકાનેર મહારાણા તેમજ રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા પણ ત્યાં હાજર રહ્યા હતા. તેમજ શહેર ભાજપ સંગઠનના હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે રહ્યા હતા અને વહેલી તકે પુલ બનાવવામાં આવશે તેવું મ્યુનિસિપલ કમિશ્ર્નરે જણાવ્યુ હતુ.




Latest News