મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વિકાસ સપ્તાહ અંતર્ગત વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો


SHARE







વિકાસ સપ્તાહ અંતર્ગત વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો

વિકાસ સપ્તાહ અંતર્ગત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા લોકોની સુખકારીમાં વધારો કરવા માટે જે કામગીરી કરવામાં આવે છે તેની માહિતી લોકોને આપવામાં આવી હતી.

આ તકે કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનશક્તિ, જળ શક્તિ, રક્ષાશક્તિ, ઊર્જાશક્તિ અને જ્ઞાનશક્તિ એ પાંચ શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થઈ રહ્યું છે. આજે વંચિત અને છેવાળાના લોકો સુધી સરકાર પહોંચી છે અને યોજનાઓની અસરકારક અમલવારી શક્ય બની છે. સરકારના ભગીરથ પ્રયાસોથી આજે ગામડાની વિભાવના બદલી છે, આરોગ્ય, શિક્ષણ, પાણી, રોડ-રસ્તા સહિતના વિકાસ કાર્યો થતી ગામડાઓ વિકસિત બન્યા છે. ગામડાઓમાં વિશાળ પ્રમાણમાં રોજગારીઓનું સર્જન કરવામાં આવ્યું છે તથા પીએમ કિસાન શનિધિ સહિતની અનેક યોજનાઓએ ખેડૂતોને સબળ બનાવ્યા છે.

વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, જન જન સુધી વિકાસની ફલશ્રુતિ પહોંચાડવા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ અને ગુજરાતમાં થયેલ વિકાસ થકી આજે સામાન્ય વ્યક્તિના જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. વધુમાં મંત્રીની ઉપસ્થિતિમાં વઘાસિયા ગામના તળાવના વિકાસ માટે તેમની ગ્રાન્ટમાંથી નાણાકીય રાશી ફાળવવામાં આવી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને વિકાસ ભારત પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ પ્રસંગે વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, મામલતદાર કે.વી.સાનિયા, ટીડીઓ સહિતના અધિકારી અને ગામના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા.






Latest News