મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી-મોરબી દ્રારા વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ કુટુંબ પરિચય બુક વિમોચન


SHARE







મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી-મોરબી દ્રારા વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ કુટુંબ પરિચય બુક વિમોચન

મોરબીમાં મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી દ્રારા વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ કુટુંબ પરિચય બુક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ધોરણ-૫ થી કોલેજ સુધીનાં તમામ વિદ્યાર્થીઓનું શિલ્ડ અને ગિફ્ટ આપી રિલીફ કમિટી દ્વારા સન્માન કરવામાં આવેલ જેમાં રિલીફ કમિટીના કન્વીનર સલીમભાઈ રહીમભાઈ પીપરવાડીયા દ્વારા આમંત્રિત   મહેમાનોનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

આ તકે ઇકબાલભાઈ લિંગડીયા મનસુરી પીંજારા સમાજ રાજકોટ ઉપપ્રમુખ તેમજ ડો.મનસુરભાઈ હાજીઇસ્માઇલભાઈ પીલુડિયા (મેડિકલ ઓફિસર) તેમજ ડો.નદીમભાઈ રજાકભાઈ ઓડિયા (મેડિકલ ઓફિસર) તેમજ હુશેનભાઈ હેરંજા (રાજકોટ-એડવોકેટ) અને સુઝાનબેન સલીમભાઈ ઉમરેટિયા (સ્ટાફ નર્ષ) વિગેરે મહાનુભાવોએ હાજરી આપીને શિક્ષણ વિષે માહિતગાર કરેલ.તેમજ મનસુરી પીંજારા સમાજના સેક્રેટરી ઈકબાલભાઈ ગનીભાઈ પીલુડિયાને વિદ્યાર્થી સન્માન સમારોહના અધ્યક્ષ સ્થાન આપી તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ.આ તકે તેમના દ્વારા દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ.

આમંત્રિત મહેમાનો તથા સમાજના આગેવાનો તેમજ રિલીફ કમિટીના સભ્યો દ્વારા મનસુરી પીંજારા સમાજ મોરબીની કુટુંબ પરિચય બુકનું વિમોચન કરવામાં આવેલ અને આ તકે સમાજ પ્રમુખ આરીફભાઈ હાજીહાસમભાઈ પીલુડિયાએ કુટુંબ પરિચય બુક વિશે માહિતી આપેલ અને તમામને અભિનંદન પાઠવેલ.આ તકે આમંત્રિત મહેમાનો તેમજ તમામ આગેવાનો શહેરી અને ગ્રામ્ય કારોબારી સભ્યો તેમજ તમામ સખી દાતાઓની આભારવિધી રિલીફ કમિટીના સહકન્વીનર રજબઅલી દાઉદભાઈ ગોધાવીયા અને નદીમભાઈ રફીકભાઈ પીલુડિયા દ્વારા કરવામાં આવી હતી.




Latest News