મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર કેનાલ રોડ એપાર્ટમેંટના છઠ્ઠા માળેથી નીચે પટકાતાં વૃદ્ધનું મોત: વાંકાનેરમાં ઝાડા ઉલટીની સારવાર દરમ્યાન સગીરાનું મોત


SHARE







મોરબીના લીલાપર કેનાલ રોડ એપાર્ટમેંટના છઠ્ઠા માળેથી નીચે પટકાતાં વૃદ્ધનું મોત: વાંકાનેરમાં ઝાડા ઉલટીની સારવાર દરમ્યાન સગીરાનું મોત

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ સનરાઈઝ હાઇટ્સમાં છઠ્ઠા માળે રહેતા વૃદ્ધ ટેરેસમાં કપડાં સૂકવવા માટે દોરી બાંધતા હતા દરમિયાન શરીરનું બેલેન્સ ગુમાવતા છઠ્ઠા માળેથી તેઓ નીચે ટકાતા તેમને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે વૃદ્ધનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ગજાનંદ પાર્કમાં સનરાઈઝ હાઈટ્સમાં રહેતા આંબારામભાઈ મોહનભાઈ રંગપડિયા (72) નામના વૃદ્ધ પોતે પોતાના રહેણાંક મકાનમાં છઠ્ઠા માળે ટેરેસ ઉપર કપડાં સૂકવવાની દોરી બાંધતા હતા તે દરમિયાન તેઓએ પોતાના શરીરનું બેલેન્સ ગુમાવતા છઠ્ઠા માળ ઉપરથી તેઓ નીચે ટકાયા હતા જેથી કરીને તેમને ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝાડા ઉલટીની સારવારમાં સગીરાનું મોત

વાંકાનેર નજીક આવેલ બોકડથંભા ગામે રહેતા બાદરભાઇ સરાવાડીયા ની 17 વર્ષની દીકરી સરોજબેનને ઘરે હતી ત્યારે તેને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવતીનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News