મોરબી સામાકાંઠેથી યુવતી ગુમ,લાલપર પાસે મારામારી હળવદના જુના દેવળીયા ગામે ભાજપની પ્રવેશબંધીનું ગામના ખેડૂતોએ વાજતે ગાજતે લગાવ્યું બેનર મોરબી નજીક આવેલ સિરામિક સીટીમાંથી કોલેજ જવાનુ કહીને નીકળેલ યુવતી ગુમ મોરબી અને હળવદમાં જુગારની જુદીજુદી 2 રેડમાં 6 શખ્સ પકડાયા ટંકારાના વીરવાવ (ગણેશપર) ગામે મહિલાની માલિકીની જમીન ઉપર દબાણ કરનારા શખ્સની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ ઘોર કળયુગ: મોરબીમાં મકાન નામે કરી આપવાની ના પાડતી માતાને પુત્ર-પુત્રવધૂએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત
Breaking news
Morbi Today

મોરબીના યુવાનએ રાજકોટમાં જીવન ટુકાવ્યું


SHARE







મોરબીના યુવાનએ રાજકોટમાં આપઘાત કર્યો,22 વર્ષીય યુવાન રાજકોટમાં રૂમ ભાડે રાખી રહેતો, મોબાઈલના શો રૂમમાં નોકરી કરતો, ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી : કારણ અકબંધ

મોરબીના 22 વર્ષીય મકબુલ સુમરાએ રાજકોટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આત્મહત્યાનું કારણ જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત અનુસાર, મકબુલ અલીમહંમદ સુમરા (ઉંમર વર્ષ 22, રહે.મોરબી, વીસીપરા મેઈન રોડ મોરબી) ગઈકાલે 6:45 વાગ્યાં આસપાસ રાજકોટના વૈશાલીનગર શેરી નંબર 3 હરિભાઈ ડાંગરના મકાનમાં હતો. ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો.

જેને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કરેલ. મકબુલ મૂળ મોરબીનો વતની હતો. તેના પિતા અલીમહંમદભાઈ મોરબીમાં ભંગારનો ધંધો કરે છે. મકબુલ ત્રણ ભાઈ અને એક બેનમાં ત્રીજા નંબરનો હતો. તે અપરણિત હતો. અહીં રાજકોટમાં વૈશાલીનગરમાં રૂમ ભાડે રાખી મોબાઈલના શો રૂમમાં નોકરી કરતો હતો. પરિવારજનો આત્મહત્યાના કારણથી અજાણ હોવાનું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 






Latest News